1. Home
  2. Tag "GUJARATINEWS"

મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ અમદાવાદ સુધી લંબાઈ, EDએ 35 લાખ રોકડ જપ્ત કરી

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ હવે અમદાવાદ સુધી પહોંચી છે. EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અમદાવાદમાંથી 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ રકમને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમમાંથી ઝડપાયેલા ડ્રગ્સ […]

દિલ્હી-NCRમાં ઝેરી હવાથી રાહત નહીં: AQI 385 ને પાર

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વાયું પ્રદૂષણનો કહેર ફરી વધ્યો છે. શુક્રવારે શહેરનું વાયું ગુણવત્તા સૂચકાંક (AQI) 385 નોંધાયું, જે “ખૂબ ખરાબ” કેટેગરીમાં આવે છે. ઠંડીની તીવ્રતા વચ્ચે લોકોને પ્રદૂષિત હવામાં કોઈ રાહત મળી રહી નથી. પરિસ્થિતિ તે સમયે વધુ ખરાબ બની જ્યારે GRAP સ્ટેજ-III ના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા, તેના માત્ર એક જ દિવસ પછી AQI […]

સુપ્રીમનો રેલવેથી વેધક સવાલ, ઑનલાઇન ટિકિટવાળા મુસાફરોને જ અકસ્માત વીમો કેમ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ ભારતીય રેલવેને એક મહત્વપૂર્ણ અને ગંભીર સવાલ પૂછ્યો છે કે, રેલવે અકસ્માત વીમો માત્ર ઑનલાઇન ટિકિટ ખરીદનાર મુસાફરોને જ કેમ આપવામાં આવે છે, જ્યારે દરરોજ લાખો મુસાફરો ઑફલાઇન ટિકિટ લઈને મુસાફરી કરે છે અને તેઓ આ સુરક્ષા કવચથી સંપૂર્ણપણે વંચિત છે? જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવાયું […]

યુએઈએ પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવાનું બંધ કર્યું

પાકિસ્તાન માટે વીઝા સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સલમાન ચૌધરીએ સંસદ સમિતિને જણાવ્યું કે, યુનાઇટેડ અરબ અમીરાત (UAE) હાલમાં સામાન્ય પાકિસ્તાની નાગરિકોને વીઝા જારી કરતા નથી. સલમાન ચૌધરીએ સીનેટની હ્યુમન રાઇટ્સ ફંક્શનલ કમિટી સમક્ષ જણાવ્યું કે દેશ મુશ્કેલથી પાસપોર્ટ બેનથી બચ્યો […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

સુપ્રીમ કોર્ટનો કોમેડિયન્સને આદેશ: દિવ્યાંગોની સફળતાની કહાની બતાવો, SMA પીડિતો માટે ફંડ એકત્ર કરો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યૂટ્યુબર સમય રૈના તથા ચાર સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને સમાજમાં સકારાત્મક સંદેશ આપતા ખાસ કાર્યક્રમો કરવાની સૂચના આપી છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સૌ કોમેડિયન પોતાના પ્લેટફોર્મ્સ પર ખાસ કરીને દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને તેમની સફળતાની કહાની રજૂ કરે. આવા […]

પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 28 લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરાયાં

નવી દિલ્હીઃ દેશના 12 રાજ્યોમાં હાલ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીઓનું ઘર-ઘર સર્વે અને ડિજિટાઇઝેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન અનેક વિવાદો સામે આવી રહ્યા છે અને સાથે સાથે BLO (બ્લોક લેવલ ઓફિસર)ના મોતનાં કિસ્સાઓ પણ દેશભરમાં વધતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. […]

વોશિંગ્ટન DCમાં હુમલો: વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબારી, FBIએ તપાસ શરૂ કરી

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DCમાં આવેલા વ્હાઇટ હાઉસથી થોડે અંતરે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યો પર ગોળીબારી થઈ હતી. બંને સૈનિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. FBIના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિંગ્ટનની મેયર મ્યુરિયલ બાઉઝરએ આ હુમલાને ટારગેટેડ એટેક ગણાવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. હુમલા બાદ તરત જ FBI […]

શેખ હસીનાની મુશ્કેલી વધી, અન્ય કેસમાં બાંગ્લાદેશની કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી

બાંગ્લાદેશની એક અદાલતએ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કુલ 21 વર્ષની કેદની સજા ફરમાવી છે. ખાસ બાબત એ છે કે આ મહિનાની શરૂઆતમાં જ બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રાઇબ્યુનલ તેમને ફાંસીની સજા પણ જાહેર કરી ચૂકી છે. માત્ર એક મહિનામાં શેખ હસીનાના વિરુદ્ધ આવેલા આ બે મોટા ચુકાદાઓથી સ્પષ્ટ થાય છે કે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મહંમદ […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code