1. Home
  2. Tag "haryana"

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ […]

હરિયાણાઃ નૂહમાં ઈદ દરમિયાન ફિલિસ્તાની ધ્વજ લહેરાવીને મુસ્લિમોએ વક્ફ બિલનો વિરોધ કર્યો

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહમાં ઈદ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી. લોકો મસ્જિદોમાં ગયા અને ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી, પરંતુ આ દરમિયાન કેટલાક લોકો અહીં ફિલિસ્તાની ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” લોકોએ ફિલિસ્તાની ધ્વજ અને પ્લેકાર્ડ હાથમાં લઈને ફિલિસ્તાનના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું. […]

EDએ ડ્રગના વેપાર પર કરી કાર્યવાહી, J&K-દિલ્હી-હરિયાણા-હિમાચલ પ્રદેશમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટી કાર્યવાહીમાં, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કોડીન આધારિત કફ સિરપ (CBCS) ની દાણચોરી સંબંધિત ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ હેઠળ કરવામાં આવી છે. આ મામલો રઈસ અહેમદ ભટ અને અન્ય લોકો સાથે સંબંધિત છે, જેઓ નશીલા દવાઓના ગેરકાયદે વેચાણ […]

હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા

નવી દિલ્હીઃ હરિયાણાના ચરખી દાદરીમાં એક નિવૃત્ત સૈનિકે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝઘડાને કારણે તેની માતાને ગોળી મારી હતી.મામલો ચરખી દાદરીના લોહારવા ગામનો છે. મળતી માહિતી મુજબ, નિવૃત્ત સૈનિક સુનીલ કુમાર ઉર્ફે ભોલુને દારૂ પીવાના મામલે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો સાંભળવા મળ્યો હતો. મામલો એટલો […]

હરિયાણા, કર્ણાટક અને આંદામાનના સાયકલ સવારો ટ્રેક સાયકલિંગમાં ચમક્યા

નવી દિલ્હીઃ 38મી રાષ્ટ્રીય રમતો અંતર્ગત શિવાલિક વેલોડ્રોમ, રુદ્રપુર ખાતે ટ્રેક સાયકલિંગ સ્પર્ધાના ત્રીજા દિવસે રોમાંચક મેચો જોવા મળી. દેશભરમાંથી વિવિધ શ્રેણીઓમાં આવેલા સાયકલ સવારોએ તેમની ગતિ, તકનીક અને વ્યૂહરચનાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. હરિયાણાએ મહિલા એલીટ ટીમ પરસુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હરિયાણાની ટીમે મહિલા એલિટ ટીમ પરસુટ (4 કિમી) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. હિમાંશી સિંહ, […]

હરિયાણાના પલવલ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે કુખ્યાત અપરાધીઓને ઠાર માર્યા

હરિયાણાના પલવલ જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં બે કુખ્યાત અપરાધીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ગુનેગારોની ઓળખ નીરજ અને ઝોરાવર તરીકે થઈ હતી, જેઓ રેવાડી જિલ્લાના રહેવાસી હતા. પલવલના જોહરખેડા ગામના સરપંચ મનોજ અને તેના સહયોગી રોકી પર ફાયરિંગ કરવા બદલ બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ સતત તેમને શોધી રહી હતી અને […]

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ધુમ્મસ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગે […]

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે-ત્રણ દિવસ […]

હરિયાણાઃ પંચકુલામાં હોટલના પાર્કિંગમાં ત્રણ લોકોની ગોળી મારી કરાતા પોલીસ તંત્ર દોડતું થયું

પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ આરંભી અજ્ઞાત વ્યકક્તિઓએ ત્રણેયની ગોળીમારીને હત્યા કરી ચંદીગઢઃ હરિયાણાના પંચકુલામાં એક હોટલના પાર્કિંગમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક મહિલા સહિત ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. પિંજોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સોમબીરે જણાવ્યું કે, મૃતકોની ઓળખ દિલ્હીના રહેવાસી વિકી અને વિપિન અને […]

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, ગુરુગ્રામ મેદાન્તામાં અંતિમ શ્વાસ લીધા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLDના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાન્તામાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેદાન્તામાં સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને સવારે 11.35 વાગ્યે મેદાંતા સ્થિત ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના મૃત્યુની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code