1. Home
  2. Tag "haryana"

ઈડીએ ધારાસભ્યના ઘરેથી 5 કરોડ રોકડ, 300 કારતૂસ, દારૂની 100 બોટલો કરી જપ્ત

નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ […]

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ […]

હરિયાણાના સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ: હરિયાણાના સોનીપત જિલ્લામાં રવિવારે સવારે ફરી એકવાર ધરતી ધ્રૂજી ગઈ અને ભૂકંપના આંચકા અનુભવાયા. એનસીઆરમાં રવિવારે સવારે લગભગ 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાનશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ડૉ.ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સોનીપતના ગન્નૌરના ખેડી ગુર્જર ગામ પાસે હતું. પૃથ્વીમાં તેની ઊંડાઈ 5.0 કિલોમીટર […]

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા,રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ :હરિયાણામાં રવિવારે રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2.6ની તીવ્રતાના આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં ખેડી સાધ ગામ હતું. પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં […]

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં […]

નૂહમાં 28 ઓગસ્ટે યોજાનારી બ્રજમંડળની યાત્રાને ન મળી મંજૂરી,અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાશે

ચંદીગઢ: હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ ફાટી નીકળેલી હિંસા બાદ ફરીથી બ્રજમંડળનું સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. 28મી ઓગસ્ટે યોજાનારી બ્રજમંડળની સૂચિત શોભાયાત્રાને મંજૂરી મળી નથી. હજુ પણ કેટલાક લોકો શોભાયાત્રાને મંજૂરી મળી હોવાની અફવા ફેલાવી રહ્યા છે. હાલમાં નૂહમાં કર્ફ્યુ અને કલમ 144 લાગુ છે. પોલીસ પણ આ પ્રકારની અફવા ફેલાવતી પોસ્ટને લઈને સતર્ક […]

હરિયાણા:નૂહ હિંસાના 12 દિવસ બાદ આજથી શાળાઓ ખુલી,બસ સેવા પણ શરુ કરવામાં આવી

ચંડીગઢ: હરિયાણાના નૂહમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, જે 31 જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી ત્યારથી બંધ હતી, તે શુક્રવારે ખોલવામાં આવી છે. આ ઉપરાંત હરિયાણા રાજ્ય પરિવહન વિભાગની બસ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મગુરુઓને તેમના ઘરે શુક્રવારની નમાજ અદા કરવા અને લોકોને તેનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી […]

યુપી, હરિયાણા સહિત આ 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMDનું અપડેટ

દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં પણ વરસાદની મોસમ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો આ સમયગાળો ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારતના 6 રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. તે […]

હરિયાણા: પલવલમાં ધાર્મિક સ્થળ પર હુમલો,પેટ્રોલ બોમ્બ ફેંકાયા,ઘરો પર થયો પથ્થરમારો

હરિયાણા: નૂહમાં સોમવારે જલાભિષેક યાત્રા દરમિયાન બનેલી હિંસક ઘટનાની અસર હજુ પણ જોવા મળી રહી છે. કેટલાક ઉપદ્રવીઓએ મંગળવારે મોડી રાત્રે પલવલમાં એક સમુદાયના ધાર્મિક સ્થળ અને તેમના ઘરો પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો પણ કર્યો હતો. જેના કારણે ધાર્મિક સ્થળે આગ લાગી હતી. પથ્થરમારાના કારણે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. માહિતી મળતા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code