1. Home
  2. ગુજરાતી
  3. હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો
હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

0
Social Share

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિવિધ હિતધારકો દ્વારા વારંવારની સમીક્ષા અને દૈનિક દેખરેખ સહિત શ્રેણીબદ્ધ હસ્તક્ષેપોને પરિણામે છેલ્લાં બે વર્ષમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

  • પંજાબ

આ 45 દિવસના સમયગાળા દરમિયાન પંજાબમાં મળી આવેલા કુલ પરાળ સળગાવવાની ઘટનાઓ 5,254 છે, જે 2022માં 12,112 અને 2021માં 9,001 હતી. ચાલુ વર્ષના 45 દિવસના સમયગાળા દરમિયાન પંજાબમાં ખેતરમાં આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ છે, જે 2022 અને 2021ના સમાન સમયગાળાની તુલનામાં અનુક્રમે 56.6% અને 41.6% ઓછી છે. પંજાબમાં, આ 45 દિવસના સમયગાળા દરમિયાન, આ વર્ષ દરમિયાન એક જ દિવસમાં સૌથી વધુ આગની ગણતરી 29મી ઓક્ટોબરે એટલે કે, 1,068 નોંધાઈ હતી, જ્યારે 2022 માં 28 ઓક્ટોબરના રોજ 2,067 અને 2021માં 29 ઓક્ટોબરના રોજ 1,353 નોંધાયા હતા. પંજાબના પાંચ જિલ્લાઓ કે જ્યાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પરાળ સળગાવવાની ઘટના મળી આવી છે.

અમૃતસર – 1060

તરણ તારણ – 646

પટિયાલા – 614

સંગરુર -564

ફિરોઝપુર -517

  • હરિયાણા

આ 45 દિવસના સમયગાળા દરમિયાન હરિયાણામાં મળી આવેલા કુલ પરાળ સળગાવવાની ઘટનાઓ 1,094 છે, જે 2022માં 1,813 અને 2021માં 2,413 હતી. 2022 અને 2021 ના સમાન સમયગાળાની તુલનામાં ચાલુ વર્ષ દરમિયાન હરિયાણામાં ખેતરમાં આગ લાગવાની ઘટનાઓ અનુક્રમે 39.7% અને 54.7% ઓછી છે. હરિયાણામાં આ 45 દિવસના સમયગાળા દરમિયાન, આ વર્ષ દરમિયાન એક જ દિવસમાં સૌથી વધુ આગની ગણતરી 15મી ઓક્ટોબરે એટલે કે, 127 નોંધાઈ હતી, જ્યારે 2022માં 24મી  ઓક્ટોબરે 250 અને 2021 માં 15 ઓક્ટોબરના રોજ 363 નોંધાયા હતા. હરિયાણાના પાંચ જિલ્લાઓ કે જ્યાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પરાળ સળગાવવાની ઘટના મળી આવી છે.

ફતેહાબાદ – 180

કૈથલ – 151

અંબાલા – 147

જીંદ – 132

કુરુક્ષેત્ર -120

કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પાકના અવશેષો વ્યવસ્થાપન યોજના હેઠળ પંજાબ, એનસીઆર રાજ્યો અને જીએનસીટી દિલ્હી સરકારને વ્યક્તિગત ખેડૂતો/ કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ અને સહકારી મંડળીઓ દ્વારા મશીનોની સબસિડીવાળી ખરીદી માટે આશરે રૂ.  3,333 કરોડનું ભંડોળ બહાર પાડ્યું છે, જેથી ડાંગરના ભૂસાના ઇન-સીટુ મેનેજમેન્ટની સુવિધા માટે તેમજ બેલિંગ / રેકિંગ મશીનો અને ઉપકરણો માટે પણ એક્સ-સીટુ અરજીઓની સુવિધા આપી શકાય.

પંજાબમાં પાકના અવશેષોના વ્યવસ્થાપન (સીઆરએમ) મશીનોની કુલ માત્રા 1,17,672, હરિયાણા – 80,071 અને યુપી-એનસીઆરમાં 7,986 છે. આ ઉપરાંત વર્તમાન લણણીની મોસમમાં ઉપલબ્ધતા વધારવા માટે એનસીઆર માટે પંજાબમાં 23,000, હરિયાણામાં 7,572 અને ઉત્તરપ્રદેશમાં 595 સીઆરએમ મશીનો ખરીદવાની કામગીરી ચાલી રહી છે.

અત્યાર સુધી, અગાઉના વર્ષોની તુલનામાં ડાંગરના પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પંજાબમાં પરાળ સળગાવવાના કેસોમાં અચાનક વધારો થયો છે અને આગામી કેટલાક અઠવાડિયામાં લણણી ટોચ પર પહોંચવાની ધારણા છે. માત્ર 29 મી ઓક્ટોબરના રોજ પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓ 1,068 હતી.

આથી પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોને એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ) દ્વારા માળખાગત અને કાર્યયોજના મુજબ પરાળ સળગાવવાના નિયંત્રણ માટે તમામ નિવારક અને સુધારાત્મક પગલાં લેવા સમગ્ર રાજ્ય વહીવટી તંત્રને એકત્રિત કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી પ્રાપ્ત થયેલા લાભો નષ્ટ ન થાય અને આગામી દિવસોમાં ગતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. કમિશન નિયમિતપણે પંજાબ અને એનસીઆર રાજ્યોમાં પરાળ સળગાવવાના નિયંત્રણ માટે કાર્ય યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી રહ્યું છે.

કમિશન ડાંગરના પરાળ સળગાવવાની ઘટનાઓ પર પણ નજર રાખી રહ્યું છે અને પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારો સાથે દૈનિક ધોરણે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં મુખ્ય સચિવો અને સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોનો સમાવેશ થાય છે. કમિશન માટે ઇસરો દ્વારા વિકસિત માનક પ્રોટોકોલ મુજબ સ્ટબલ બર્નિંગની ઘટનાઓની જાણ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code