ડીસામાં ધૂમ્મસીયું વાતાવરણથી વાહનચાલકો બન્યા પરેશાન, રવિપાકને નુકશાનની ભીતી
ડીસાઃ બનાસકાંઠામાં આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. ધૂંમ્મસને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઝાકળવર્ષા થતાં રોડ-રસ્તા ભીંજાઈ ગયા હતા. જોકે વાતાવરણમાં આંશિક પરિવર્તનને લીધે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો હતો. ધૂમ્મસીયું વાતાવરણને લીધે બટાટા.જીરા સહિતના પાકને નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા હતા. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ […]