કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]