દિલ્હી-NCRમાં પ્રદુષણ વધ્યું: ડિસેમ્બરની શરૂઆતથી AQI ગંભીર શ્રેણીમાં
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખતરાના નિશાનથી ઉપર જળવાયેલી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ અહીંની હવાની ગુણવત્તા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ રહી છે. રાજધાની દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 320 થી 370 ની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો છે, જ્યારે નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત દયનીય છે. […]


