ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!
અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. […]


