અમદાવાદમાં ભર ઉનાળે આકાશમાં વાદળો ગોરંભાયા, પવન ફુંકાતા ગરમીમાં થયો ઘટાડો
અમદાવાદઃ સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળ છાંયું બન્યું હતું.શહેરમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, આગામી ગુરુવાર અને શુક્રવારે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. […]