1. Home
  2. Tag "heat wave"

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ: 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ, આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી આપવામાં આવી. ઉનાળાની શરૂઆતમાં જ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત જિલ્લામાં ગરમીનું […]

આ વખતે ભારે ગરમી અને હીટ વેવનો રેકોર્ડ તુટશે, માર્ચથી જ તમને પરસેવો વળવા લાગશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચથી મે દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો રહેવાની શક્યતા છે. તેની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો સહિત દિલ્હી-એનસીઆરમાં જોવા મળશે. પંખા, કુલર અને એસી… તેને રીપેર કરાવો, જો તે ઠીક હોય તો તેને સાફ કરો અને એકવાર તપાસો. […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

દેશના 23 રાજ્યો પર ભીષણ ગરમીનો કહેર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ કાળઝાળ ગરમી

પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે હિટ વેવના દિવસોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે સરેરાશ. ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના […]

કયા લોકોને હીટ વેવનો સૌથી વધારે ખતરો છે, લૂથી પોતાને કેવી રીતે બચાવી શકાય

હીટ વેવને કારણે બાળકો, વૃદ્ધો, પ્રેગ્નેંટ મહિલાઓ અને ખેતરમાં કામ કરતા લોકોને મુશ્કેલી પડી શકે છે. જાણીએ તેનાથી બચાવ કરવાની રીત. દિલ્હી-નોઈડા સહિત નોર્થ ઈંડિયાના મોટાભાગના રાજ્યોમાં ભારે ગરમી છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેંટ મહિલાઓએ સુરક્ષિત રહેવાની જરૂર છે. બાળકની ઈમ્યૂનિટી ખૂબ નબળી છે. આવામાં […]

હીટ વેવને લઈને આરોગ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્ર મદદ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલશે

દિલ્હી :  યુપી, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઝારખંડના ઘણા રાજ્યોમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બેઠક બાદ આરોગ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે રાજ્યોમાં હીટ વેવની અસર જોવા મળી […]

દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને એલર્ટ,આ સ્થળોએ ભારે વરસાદની આશંકા

દિલ્હી : ભારત આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક ભાગોમાં હીટવેવ પ્રવર્તી રહી છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે યુપી, બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગરમ ​​પવનોનો પ્રકોપ વધશે. બિહારમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર […]

રાજ્યમાં આગામી ચાર દિવસ હિટવેવમાં રાહત

અમદાવાદ: બદલાતા મોસમમાં ક્યારે ગરમી હોય છે તો ક્યારે વરસાદ પડતો હોવાથી વાતાવરણનું અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. ગરમીની ઋતુ હોવા છતાં ધણી જગ્યાએ વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અને ગરમી વધવાના પણ કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ગુજરાત રાજ્ય […]

ઉનાળો બન્યો આકરોઃ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code