ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, હજુ પાંચ દિવસ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનો વિત્યા બાદ હવે ઉનાળો એકરો બની રહ્યો છે. અને સોમવારે તાપમાનનો પારો 42 ડિગ્રી નજીક પહોંચી ગયા બાદ આજે મંગળવારે કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો હતો. દરમિયાન ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે, કે હજુ પાંચ દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ જ શક્યતા નથી.ઉલ્ટાનું તાપમાન 42 ડિગ્રીને વટાલી જશે. […]