ગુજરાતમાં બેઋતુ, કેટલાક વિસ્તારોમાં હીટવેવ તે ક્યાંક માંવઠું પડવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે. આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ તાપમાનનો પારો 35 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ત્યારબાદ બે-ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. હવે તા.18મી માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. […]