1. Home
  2. Tag "heavy rain"

મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, NDRF એલર્ટ મોડ પર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી […]

ગુજરાત સહિત મધ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભોપાલઃ ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, વિદર્ભ, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મરાઠવાડા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્‍સી […]

કેશોદ અને કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

રાજકોટઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે જુનાગઢના કેશોદ અને માણાવદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.  માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી-નાળાં છલોછલ થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]

મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી, બિહારમાં વરસાદને લઈ ‘ઓરેન્જ એલર્ટ’

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ બિહારમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જ્યારે શુક્રવારે અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, દિલ્હી-NCR અને અન્ય વિસ્તારો સહિત ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે 11 જુલાઈ, ગુરુવારે બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં […]

પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ભારતના અન્ય  ભાગોની વાત કરીએ તો  પૂર્વોતરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદથી નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે. તો ઉતરાખંડમાં  પણ  રૂદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, દહેરાદૂન, પૌડી ગઢવાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં હવામાન વિભાગે ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સંવેદનશીલ વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવી છે […]

મુંબઈ મુશળધાર વરસાદથી જળબંબોળ, લોકલ ટ્રેન સેવાને અસર

મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાએ રૂદ્ર સ્વરૂપ દેખાડ્યું હોય તેમ ગણતરીના કલાકોમાં જ 12 જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયો હતો. તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને પગલે મુંબઈની લોકલ રેલ વ્યવહારને પણ વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદને […]

ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code