1. Home
  2. Tag "heavy rains"

ગુજરાતમાં ભારે વરસાદને લીધે કાલે મંગળવારે તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

સરકારની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્કૂલોને કરી જાણ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે, ગાંધીનગર: ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં 32 તાલુકામાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ લખાય છે. ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરુ કરી ઘટના સ્થળ પર જેસીબી મશીન પહોંચવુ અશક્ય દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) […]

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 128 રસ્તા બંધ, ચાર જિલ્લામાં પૂરની ચેતવણી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કુલ્લુ અને મંડી […]

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓએ ભયજનક સપાટી વટાવી, શાળા કોલેજો બંધ,

વલસાડઃ આજે સોમવારે દિવસ દરમિયાન પણ વલસાડના કપરાડા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, દરમિયાન આજે સવારે 7 વાગ્યો પુરા થતાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના ધરમપુરમાં 8 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, કપરાડામાં સાડા 6 ઈંચ, વાપીમાં 5 ઈંચ વરસાદ પડતા જિલ્લાની તમામ નદીઓમાં […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે કેદારનાથ યાત્રા સ્થગિત, 425 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરાયા

નવી દિલ્હીઃ ભારે વરસાદના કારણે સર્જાયેલી આફત બાદ હવે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જો કે કેદારનાથ ધામ યાત્રાના રૂટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેદારનાથ ધામ યાત્રાના રૂટ પર કુલ 700 લોકો ફસાયેલા છે. કેદારનાથમાં લગભગ 1000-1500 લોકો ફસાયા હોવાની શક્યતા છે. તેમાંથી 1525 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ અને પરિવહન સેવા ખોરવાઈ, જનજીવનને અસર

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શુક્રવાર સવારથી ભારે વરસાદને કારણે રેલ અને બસ સેવા પ્રભાવિત થઈ હતી જેના કારણે ઓફિસ જતા કામ કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પરિવહન સેવાઓ ધીમી પડી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે, ઉપનગરીય ટ્રેન […]

ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને પગલે કરજણ નદીમાં આવ્યા ઘોડાપૂર

અમદાવાદઃ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક વહેતી કરજણ નદીના ઉપરવાસમાં ઉંમરપાડા તાલુકામાં આઠ ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કરજણ નદીનો પુલ આશરે 70 થી 80 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો છે .આ પુલને અડીને પાણી વહેતું હતું .જો થોડો પણ વધારે વરસાદ પડ્યો હોત તો આજે નેત્રંગ થઈને ડેડીયાપાડા , સાગબારા અને […]

ઉત્તરપ્રદેશઃ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, 800 ગામમાં પુરની સ્થિતિ

લખનૌઃ નેપાળમાંથી ભારે વરસાદ અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં આવ્યાં છે. લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના 222 ગામોની મોટી વસ્તી પૂરના પાણીથી ઘેરાયેલી છે. પૂર્વાંચલના બલિયામાં […]

મુંબઈમાં ભારે વરસાદને લીધે અમદાવાદ જતી-આવતી ફ્લાઈટ્સ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદઃ મહાનગરી મુંબઇમાં ગઈકાલે સાંજે અને મોડી રાત્રે 11 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને લીધે ટ્રેન અને હવાઈ સેવાને અસર પહોંચી હતી. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉડાન ભરતી દેશ-વિદેશની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને મુંબઈ ઉતરાણ કરવાની હતી, તે તમામને અસર થઈ હતી.જેના લીધે હજારો […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ભારે વરસાદને પગલે આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code