આધુનિક ધ્રુવ NG હેલિકોપ્ટરની સફળ ઉડાન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બતાવી લીલી ઝંડી
બેંગલુરુ, 30 ડિસેમ્બર 2025: ભારતના સ્વદેશી સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના અત્યાધુનિક સિવિલ હેલિકોપ્ટર ‘ધ્રુવ NG’ની પ્રથમ ઉડાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કૉકપિટમાં મંત્રીએ લીધી જાણકારી ઉડાન પૂર્વે મંત્રી રામ મોહન નાયડુ પોતે હેલિકોપ્ટરના કૉકપિટમાં […]


