ટીમ ઈન્ડિયાની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ફરી પ્રથમ સ્થાન મેળવ્યું
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ICC મહિલા વર્લ્ડ કપ 2025 પહેલા ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ફરી એકવાર નંબર-1 સ્થાન મેળવ્યું છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ ODIમાં શાનદાર અડધી સદી ફટકારી અને ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી દીધી. મંધાનાએ 62 બોલમાં 58 રન બનાવ્યા, જેના આધારે તેને સાત રેટિંગ પોઈન્ટ મળ્યા. […]