IIT ગાંધીનગર ખાતે આયોજિત “હેક ધ ફ્યુચર” હેકાથોનનું આયોજન
ગાંધીનગરઃ રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યક્રમમાં ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં IIT, NIT, IIIT વગેરેનો સમાવેશ થાય છે. સહભાગીઓએ મંત્રાલય અને સંસ્થાના માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલા […]