1. Home
  2. Tag "India-US"

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. બંને દેશો વચ્ચે 500 અબજ ડોલર (આશરે રૂ. 45.29 લાખ કરોડ) ના વ્યાપારિક કરાર માટેના વચગાળાના માળખા પર સહમતી સધાઈ છે. આ સમજૂતી હેઠળ ભારતીય નિકાસકારોને અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરના વિશાળ બજારમાં ‘મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી’ સાથે પ્રવેશ મળશે. કેન્દ્રીય […]

ભારત-અમેરિકા વેપારમાં નિકાસકારોએ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ નવા ઉભરતા વેપાર પડકારો વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે નિકાસકારોને ભારત-અમેરિકા વેપાર પર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવવા જણાવ્યું. બદલાતા વૈશ્વિક વેપાર પરિદૃશ્ય વચ્ચે કેન્દ્રીય મંત્રીએ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે ચર્ચા કરી. આ બેઠકનું આયોજન ઉભરતા અને અત્યંત ગતિશીલ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા પ્રભાવો અને તકોની ચર્ચા કરવા અને સરકાર […]

ભારત-અમેરિકા, બંગાળની ખાડીમાં ‘ટાઈગર ટ્રાયમ્ફ’ કવાયત કરશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા મંગળવારથી બંગાળની ખાડીમાં ત્રિ-સેવા કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ’ શરૂ કરશે, જેનો હેતુ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) અને કટોકટીની પરિસ્થિતિઓ માટે લશ્કરી આંતર-કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ કવાયત આકસ્મિક કટોકટી દરમિયાન ભારતીય અને યુએસ સંયુક્ત કાર્ય દળો (જેટીએફ) વચ્ચે ઝડપી અને સરળ સંકલનને સક્ષમ બનાવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, […]

‘એક્સરસાઇઝ ટાઈગર ટ્રાયમ્ફ’: કાકીનાડામાં ભારત-યુએસ નેવીના યુદ્ધ જહાજોની કવાયત

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને યુએસ નૌકાદળના ઉભયજીવી યુદ્ધ જહાજોએ ચાલી રહેલી ભારત-યુએસ સંયુક્ત કવાયત ‘ટાઈગર ટ્રાયમ્ફ 2024’ના ભાગરૂપે આંધ્ર પ્રદેશના કાકીનાડા ક્ષેત્રમાં કામગીરી હાથ ધરી હતી. વધુમાં, કાકીનાડામાં ભારતીય નૌકાદળ અને યુએસ નેવીના જહાજો વચ્ચે ક્રોસ ડેક હેલિકોપ્ટર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બહુપક્ષીય સંકલિત કામગીરીનું સીમલેસ આચરણ એ સંયુક્ત આયોજન અને અમલીકરણનું […]

ભારત-યુએસ મંત્રી સ્તરીય મંત્રણા સુરક્ષા સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે-વિદેશ વિભાગનું નિવેદન

દિલ્હી:  ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની મહત્વની બેઠક શુક્રવારે નવી દિલ્હીમાં યોજાશે. અગાઉ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે કહ્યું હતું કે આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાનારી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રક્ષા મંત્રી રાજનાથ અને વિદેશ મંત્રી જયશંકર 10 નવેમ્બરે નવી દિલ્હીમાં […]

ભારત-અમેરિકા ડિફેન્સ ડીલથી ગુસ્સે ભરાયું ચીન,કહ્યું- ક્ષેત્રીય શાંતિ પર અસર ન થવી જોઈએ

દિલ્હી : ચીને સોમવારે કહ્યું હતું કે દેશો વચ્ચેના સહયોગથી ન તો પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવી જોઈએ અને ન તો કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ. ચીનની આ પ્રતિક્રિયા તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ સંરક્ષણ અને વ્યાપારી કરારોના સંદર્ભમાં આવી છે. આ કરારોમાં ફાઇટર એરક્રાફ્ટ માટે F414 જેટ એન્જિનનું સંયુક્ત ઉત્પાદન અને […]

ભારત-અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે મુલાકાત, નવી ટેકનોલોજી અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી, જેમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો ઓળખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવી ટેકનોલોજી અને સહ-ઉત્પાદનના સહ-વિકાસ પર […]

સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન અને ઈનોવેશન પાર્ટનગરશિપ સ્થાપિત કરવા ભારત-યુએસએ વચ્ચે કરાર

નવી દિલ્હીઃ ભારત-યુએસ કોમર્શિયલ ફ્રેમવર્ક હેઠળ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ઇનોવેશન પાર્ટનરશિપ સ્થાપિત કરવા માટે ભારત અને યુએસએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કોમર્શિયલ ડાયલોગ 2023 બાદ બંને દેશોએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના આમંત્રણ પર યુ.એસ.ના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો નવી દિલ્હીની […]

ભારત-અમેરિકાએ આતંકવાદનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી 

દિલ્હી:ભારત અને અમેરિકાએ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરવાની ક્ષમતાને ખલેલ પહોંચાડવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.બંનેએ તમામ દેશોને તેમની ધરતીનો આતંકવાદી હુમલા માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક બદલી ન શકાય તેવા પગલાં લેવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી સંગઠનો અને અલ-કાયદા, ISIS/Daesh, […]

ભારત-યુએસ EFP 9મી બેઠક આજે,નિર્મલા સીતારમણ અને જેનેટ યેલેન આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને યુએસ નાણામંત્રી જેનેટ યેલેન શુક્રવારે નવી દિલ્હીમાં ક્લાયમેટ ફાઇનાન્સ સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.બંને નેતાઓ ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ’ ની 9મી બેઠકનું નેતૃત્વ કરશે.યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન 11 નવેમ્બરે એક દિવસીય ભારતની મુલાકાતે આવશે. નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 9મી ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code