1. Home
  2. Tag "india"

ગૃહમાં ગંભીર લોકતાંત્રિક ચર્ચાઓ લોકશાહીની જનની તરીકેનાં આપણાં ગૌરવને વધુ શક્તિ આપશે: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં શિયાળુ સત્રની શરૂઆતમાં રાજ્યસભાને સંબોધન કર્યું હતું અને આજે ઉપલાં ગૃહમાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાનાં સંબોધનની શરૂઆત ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ  જગદીપ ધનખડને સંસદના તમામ સભ્યો તેમજ દેશના તમામ નાગરિકો વતી અભિનંદન આપીને કરી હતી. દેશના ઉપરાષ્ટ્રપતિના પ્રતિષ્ઠિત હોદ્દા પર પ્રકાશ પાડતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે,ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ

મુંબઈ:ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ આજે ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચમાં ભારતીય ટીમને એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સિરીઝમાં ટકી રહેવા માટે તેના માટે આ મેચ જીતવી જરૂરી છે.બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ 7 વર્ષમાં પ્રથમ […]

મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં અજીત ડોભાલે આતંકવાદ સામે એક થઈને લડવા કર્યું આહવાન

નવી દિલ્હીઃ આંતકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાની બાબતને દરેકે અગ્રતા આપવી જોઈએ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલી સંસ્થા અને દેશોને સમર્થન આપતા રાષ્ટ્રસંઘના સભ્યદેશોએ દૂર રહેવું જોઈએ. તેમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં જણાવ્યું હતું. ભારત અને મધ્ય એશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. ભારતના […]

ભારતમાં 8 વર્ષમાં બાયોટેક સ્ટાર્ટઅપનો આંકડો વધીને 5,300ને પાર થયો

વર્ષ 2014માં 52 બાયોટેક સ્ટાર્ટઅપ હતા બાયો ઈકોનોમી વર્ષ 2014માં 10 બિલિયન ડોલર હતી ભારત બાયોટેકના વૈશ્વિક પારિસ્થિતિક તંત્રના ટોપ 5 દેશોની યાદીમાં શામેલ થશે નવી દિલ્હીઃ ભારતનું સ્ટાર્ટઅપ કલ્ચર દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. બાયોટેક સ્ટાર્ટઅપ 2014માં 52 હતા, જે છેલ્લા 8 વર્ષમાં 2022માં વધીને  5,300થી વધુ થઈ ગયા છે. આ બાયો સ્ટાર્ટઅપના […]

ભારત પાસે મદદની આશા રાખતુ તાલિબાન, પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધ વધારે વણસ્યા

નવી દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તે પછી એવું લાગતું હતું કે તે પાકિસ્તાન સાથે સારો વ્યવહાર કરશે. જો કે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તાલિબાન પાકિસ્તાનને કોઈ સહયોગ નથી કરી રહ્યું, ઉલટું સરહદ વિવાદને લઈને બંને દેશોમાં તણાવ ઉભો થયો છે. ખરાબ અર્થતંત્ર અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

ભારતને મળી G-20 ની અધ્યક્ષતા,ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું – PM મોદી વિશ્વ શાંતિ માટે તમામ દેશોને એક કરશે

દિલ્હી:ભારતને G-20 ની અધ્યક્ષતા મળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરી હતી.તેમણે પોતાના ટ્વીટમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા. મેક્રોને લખ્યું કે,”એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય” ભારતે G20 ઈન્ડિયાની અધ્યક્ષતા સંભાળી છે,હું મારા મિત્ર નરેન્દ્ર મોદી પર ભરોસો કરું છું કે તે અમને શાંતિની દુનિયા […]

ભારત વિશ્વના દક્ષિણ દેશોનો અવાજ તરીકે આગળ વધવાનો પ્રયાસ કરશેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ G20ની અધ્યક્ષતા દરમિયાન ભારત યુક્રેન સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને સહમતી બનાવવાનો પ્રયાસ કરશે. તેમ વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે જણાવ્યું હતું. ભારતે એક ડિસેમ્બરના રોજ એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. પ્રથમ દિવસે નવી દિલ્હીમાં G20 વિશ્વવિદ્યાલય સંપર્ક-યુવાઓની ભાગીદારી વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

ભારતીયોને ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવા પહેલા પરમિટ લેવી પડશે  

વિદેશ પ્રવાસ માટે તો વિઝા મેળવવા અને પરમિશન લેવા પર તમે બધા જાણતા હશો,પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે સરકારની પરવાનગી વિના જઈ શકતા નથી. હા, તે સાચું છે.જો તમારું મન ભારતના આ ખાસ સ્થળોની મુલાકાત લેવાનું અને કુદરતી નજારાનો આનંદ લેવાનું હોય તો તમારે પહેલા આ […]

વોટ્સએપએ ભારતમાં એક મહિનામાં 23 લાખથી વધારે એકાઉન્ટ બંધ કર્યાં

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે માત્ર એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ એકાઉન્ટ તા. 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીના સમયગાળામાં બંધ કરવામાં આવ્યા છે. યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા કંપનીએ દેશમાં 26 લાખથી વધુ એકાઉન્ટ્સ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code