1. Home
  2. Tag "india"

ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવી જોઈએઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી  પિયુષગોયલે કહ્યું છે કે ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવીજોઈએ જેથી પરીક્ષણ સુવિધાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. ગઈ કાલે, નવી દિલ્હીમાં તેના મુખ્યમથક ખાતે ગવર્નિંગ કાઉન્સિલ ઑફ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ચોથી બેઠકમાં તેમનું […]

કેબિનેટે ઘઉં અથવા મેસ્લિન લોટ માટે નિકાસ નીતિને મંજૂરી આપી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઘઉં અથવા મેસ્લિન લોટ (HS કોડ 1101) માટે નિકાસ પ્રતિબંધો/પ્રતિબંધમાંથી મુક્તિની નીતિમાં સુધારાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેથી હવે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપશે જે ઘઉંના લોટની વધતી કિંમતો પર અંકુશની ખાતરી કરશે અને સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત […]

ભારતઃ હવે ખાદ્યતેલ ઉત્પાદકોએ નેટ વજન તથા તાપમાન વિનાનો ચોખ્ખો જથ્થો જાહેર કરવો પડશે

નવી દિલ્હીઃ કેન્દ્રએ ખાદ્યતેલના ઉત્પાદકો/પેકર્સ/આયાતકારોને સલાહ આપી છે કે ખાદ્યતેલ વગેરે પર ચોખ્ખો જથ્થો તાપમાન વિના જથ્થામાં જાહેર કરવા ઉપરાંત વજનમાં તે જ રીતે જાહેર કરે. ઉપભોક્તા બાબતોના વિભાગ દ્વારા તેમને ઉત્પાદનના વજન સાથે તાપમાનનો ઉલ્લેખ કર્યા વિના જથ્થાના એકમોમાં ચોખ્ખી જથ્થા જાહેર કરવાના તેમના લેબલિંગને, નિર્દેશ જારી થયાની તારીખથી છ મહિનાની અંદર એટલે કે […]

પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા

નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્‍પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્‍લાસગોના મ્‍યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્‍પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. […]

ભારતઃ 2021-22માં 31.5 મિલિયન ટનથી વધુ અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત ખેતી પ્રધાન દેશને અને ખેતી ભારતની કરોડરજ્જુ છે જેથી ખેત ઉત્પાદન વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કૃષિ પાકોનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. ડાંગર, મકાઈ, ચણા, કઠોળ, રાઈ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનની અપેક્ષા છે, 2021-22માં ડાંગરનું કુલ ઉત્પાદન રેકોર્ડ એક […]

રશિયામાં પકડાયેલા આઈએસના આતંકવાદીને સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી બનાવાયો હતો

નવી દિલ્હીઃ રશિયામાં ઈસ્લામિક સ્ટેટનો આત્મઘાતી આતંકવાદીને ઝડપી લીધો હતો. રશિયાની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો. આ આતંકવાદી ભારતમાં હુમલા કરવાનું કાવતરુ રચી રહ્યો હતો. તેના નિશાના ઉપર સત્તાધારી પક્ષના નેતાઓ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં પંજાબના પ્રવાસે જવાના છે તે પહેલા ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરીને એલર્ટ આપ્યું હતું. દરમિયાન રશિયામાં […]

પડોશી પ્રથમઃ ભારતે અફઘાનીસ્તાનને દસ બેચ મારફતે 32 ટન તબીબી સહાય પૂરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલો અભિયાન હેઠળ ભારત પાકિસ્તાન સિવાય અન્ય પડોશી દેશોને મદદ કરવા માટે તત્પર રહે છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોને ભારતે જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન ભારત દ્વારા માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો દસમો હપ્તો પૂરો પાડવામાં આવ્યો છે. આ સહાય કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને […]

દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની હિન્દુ નાગરિક પાસે આઈએસઆઈ કરાવતું હતું જાસુસી

નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારા આઈએસઆઈના વધુ એક એજન્ટને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઈન્ટેલિજન્સે 46 વર્ષીય ભાગચંદની દિલ્હીથી […]

આત્મનિર્ભર ભારતઃ મંકીપોક્સના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની RTPCR કીટનો કરાશે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સ વાયરસે લોકોમાં ભય ફેલાવ્યો છે. દુનિયાના અનેક દેશમાં મંકીપોક્સ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ મંકીપોક્સના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે, કોરોના બાદ હવે ભારતીય મેડિકલ ક્ષેત્રએ વધુ એક સફળતા હાંસલ કરી છે. આ વાયરસનો ટેસ્ટ કરવા માટે […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આગામી મહિને ભારતના પ્રવાસે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવતા મહિને ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. કોરોના મહામારી બાદ આ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત હશે. ઢાકાના અધિકારીઓની એક ટીમ શેખ હસીનાની મુલાકાતને લઈને જરૂરી પ્રોટોકોલ પર ચર્ચા કરવા માટે ભારત પહોંચી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code