1. Home
  2. Tag "india"

ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ભારતે 19 ખેલાડીઓની ટીમ મોકલી

નવી દિલ્હીઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 આજથી જાપાનના ટોક્યોમાં શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 13 થી 21 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 17 સપ્ટેમ્બરના રોજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોવા મળશે, તે જાપાન પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટ માટે, ભારતે વિવિધ ઇવેન્ટ્સ માટે 19 ખેલાડીઓની ટીમ જાપાન મોકલી છે. ઇતિહાસમાં પહેલીવાર, ભારતના […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

મહાઠગ મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સીબીઆઈને સફળતા મળી

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો. […]

પૂર્વ અને દ્વિપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે […]

એશિયા કપ : ભારતની UAE સામે શાનદાર જીત સાથે વિજયી શરૂઆત

ભારતે એશિયા કપ 2025માં પોતાની સફરનો વિજયી પ્રારંભ કર્યો છે. ટીમે UAE સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને માત્ર 27 બોલમાં 58 રનનો ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટે જીત મેળવી છે. આ ભારતનો સૌથી ઝડપી રન ચેઝ છે અને એકતરફી મુકાબલામાં ભારતે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો […]

નેપાળમાં તણાવને પગલે ભારતથી કાઠમંડુ જતી ફ્લાઇટ્સ રદ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળમાં જનજાતિ વિરોધ પ્રદર્શનને કારણે સર્જાયેલી અરાજકતાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મંગળવારે દિલ્હી અને કાઠમંડુ વચ્ચેની તેમની ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાઠમંડુમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી-કાઠમંડુ-દિલ્હી રૂટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિ પર નજીકથી […]

SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ: ભારત

નવી દિલ્હીઃ ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને સમાવિષ્ટ બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં શાંઘાઈ સહકાર સંગઠન- SCO ના વેપાર મંત્રીઓની બેઠકમાં, ભારતે કહ્યું કે SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠકમાં, ભારતે […]

‘ભારતમાં બનેલી’ ચિપ્સ પર ચાલતી ટેલિકોમ સિસ્ટમે સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મેડ ઈન ઈન્ડિયા ચિપ્સનો ઉપયોગ કરનાર ટેલિકોમ સિસ્ટમને સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરતાં ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર (TEC) તરફથી સર્ટિફિકેશન મળી ચુક્યું છે. કેન્દ્રીય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ પ્રગતિની પ્રશંસા કરતાં તેને દેશના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક મોટી છલાંગ […]

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 29 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3 અબજ 51 કરોડ ડોલર વધીને 694 અબજ 20 કરોડ ડોલરથી વધુ થયો છે.રિઝર્વ બેંકના સાપ્તાહિક આંકડાકીય પ્રકાશન મુજબ, વિદેશી હૂંડિયામણ ભારતના ભંડારનો મુખ્ય ઘટક છે, જે લગભગ એક અબજ 69 કરોડ ડોલર વધીને 583 અબજ 90 કરોડ ડોલરથી વધુ થયો છે. સોનાનો […]

મુશ્કેલીના સમયમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે: ગોયલ

નવી દિલ્હીઃ જાહેર કરાયેલ GSTમાં પરિવર્તનકારી ફેરફારોનો સૌથી મોટો લાભાર્થીઓમાંનો એક ન્યુટ્રાસ્યુટિકલ્સ ઉદ્યોગ છે, એમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે ભારત ન્યુટ્રાવર્સ એક્સ્પો 2025ને સંબોધતા જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે GST દરોમાં ઘટાડો વપરાશની માંગને જબરદસ્ત અને અભૂતપૂર્વ વેગ આપશે. તેમણે નોંધ્યું હતું કે ઉદ્યોગ હવે વેચાણના મોટા જથ્થાની અપેક્ષા રાખી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code