1. Home
  2. Tag "india"

વૈશ્વિક બજારમાં માનવસર્જિત ફાઈબરમાં ભારતનું યોગદાન 25 ટકાઃ દર્શના જરદોશ

નવી દિલ્હીઃ દેશમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને PM મિત્રા પાર્કને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં હાલોલ ખાતે અવગોલ નોનવુવનની નવી ઉત્પાદન સુવિધાનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યા બાદ બોલતા, કેન્દ્રીય કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સરકારનું ધ્યાન ફાઇવ એફએસ-ફાઇબર ટુ ફાર્મ ટુ ફેબ્રિકથી ફેશન ટુ ફોરેન પર છે. […]

મોબાઈલ મેન્યુફેકચરીંગમાં સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબર ઉપરઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટીની મુલાકાત લઈ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા, અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે […]

આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. તેમ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ MSME દિવસ નિમિતે ‘ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)’  દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં કહ્યું હતું. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર “ગૌ ઉદ્યોગ સાહસિકતાથી સમૃદ્ધિ“માં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગૌ […]

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા

દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા છે.જ્યારે આ સમયગાળામાં કોરોના વાયરસને કારણે 30 લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો અને 11,793 કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા […]

ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ […]

ભારત કન્ટેન્ટ ક્રિએશન અને પોસ્ટ પ્રોડક્શનનું વૈશ્વિક હબ બનવા માટે તૈયાર છે: કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું છે કે દેશમાં ઝડપથી વિસ્તરી રહેલા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક્સ) સેક્ટરમાં ચાલી રહેલી પ્રગતિમાં ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં પસંદીદા પોસ્ટ-પ્રોડક્શન બનાવવાની ક્ષમતા છે. પુણેમાં સિમ્બાયોસિસ સ્કિલ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ચેન્જિંગ લેન્ડસ્કેપ ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ 2022’ પરની […]

દેશના તમામ રાજ્યોમાં 6 જુલાઈ સુધીમાં ચોમાસુ બેસી જશે, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ પ્રવેશી ગયું હોવા છતાં પૂર્વોત્તરને બાદ કરતાં ક્યાંય ધમાકેદાર વરસાદ પડ્યો નથી, દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 30મી જુનથી ચોમાસુ જોર પકડશે અને 6 જુલાઈ સુધીમાં દેશના તમામ ભાગોને આવરી લેશે. નૈઋત્ય ચોમાસુ ગુજરાત બાદ 20મી જૂને મધ્યપ્રદેશ, છતીસગઢ, તટીય આંધ્રપ્રદેશ, ઝારખંડ તથા બિહારમાં બેસી ગયું હતું. […]

ભારતમાં ઓટોમોબાઈલને ક્રેશ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ અપાશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત NCAP (ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) રજૂ કરવા માટેના ડ્રાફ્ટ GSR નોટિફિકેશનને મંજૂરી આપી છે, જેમાં ભારતમાં ઓટોમોબાઈલને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. ટ્વીટ્સની શ્રેણીમાં તેમણે જણાવ્યું હતું કે ભારત-NCAP ઉપભોક્તા-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જે ગ્રાહકોને તેમના સ્ટાર-રેટિંગ્સના આધારે સુરક્ષિત કાર પસંદ […]

ભારતમાં ખાખી વર્દી પોલીસની ઓળખ તો પછી કોલકત્તામાં પોલીસનો યુનિફોર્મ સફેદ કેમ ?, જાણો

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાની જવાબદારી નીભાવતી પોલીસનો ઇતિહાસ લાંબો છે અને તેની સાથે રોચક વાતો જોડાયેલી છે. દેશમાં ખાખી વર્દી પોલીસની ઓળખ છે અને પોલીસ જવાનો ખાખી વર્દીમાં જ જોવા મળે છે પરંતુ પશ્ચિમ બંગાળના શહેર કોલકત્તામાં પોલીસ ખાખી યુનિફોર્મમાં નહીં પરંતુ સફેદ યુનિફોર્મમાં જોવા મળે છે. જ્યારે કોલકત્તા સિવાય સમગ્ર બંગાળમાં પોલીસનો યુનિફોર્મ ખાખી […]

હિમાચલ અને ભારતમાં ચેસને લોકપ્રિય બનાવવા માટે બધું જ કરીશું-કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર

ધર્મશાલા:કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર બુધવારે સવારે પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલે સમારોહના ધર્મશાલા સ્ટોપઓવરમાં મુખ્ય અતિથિ બન્યા હતા.રવિવાર 19 જૂનના રોજ નવી દિલ્હીના IG સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરવામાં આવી હતી. ચેસ ઓલિમ્પિયાડની મશાલ ભારતના 75 શહેરોમાં આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગની યાદમાં પ્રસારિત કરવામાં આવશે – જે ભારતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code