1. Home
  2. Tag "india"

આજના સમયમાં ભારત અને UAE વચ્ચેનો ઊંડો સહયોગ સહિયારા હિતોને આગળ ધપાવે છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે 16મી સંયુક્ત કમિશન બેઠક અને 5મી વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્ય માટે મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા […]

ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈનને અમ્માનના અલ હુસૈનિયા પેલેસ ખાતે મળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. આ મુલાકાત પછી, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમ્માનમાં રાજા અબ્દુલ્લા II સાથે ફળદાયી […]

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

નવી દિલ્હી: વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અભય સિંહે ઇજિપ્તના આદમ હવાલને હરાવ્યો હતો. આ અગાઉ અન્ય એક સેમિફાઇનલમાં હોંગકોંગે […]

ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ આર્જેન્ટિના ફૂટબોલ ટીમના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસી ભારતના પ્રવાસે છે. શનિવારે વહેલી સવારે મેસી કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમના પ્રશંસકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડી મેસીના ભારતમાં આવવાથી તેમના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. મેસી વહેલી સવારે 3.23 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલમાંથી બહાર […]

ભારતે ચક્રવાતથી પ્રભાવિત શ્રીલંકાને તકનીકી મદદ અને તબીબી સહાય મોકલી

નવી દિલ્હીઃ ભારતે ચક્રવાત દિત્વા પછી શ્રીલંકાને વ્યાપક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે, જેણે સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં વ્યાપક વિનાશ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને ખોરવી નાખી હતી. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અનુસાર, ભારતીય સેનાના એન્જિનિયર ટાસ્ક ફોર્સ (ETF) – જેમાં 48 વિશેષ કર્મચારીઓનો સમાવેશ થાય છે -તેમને શ્રીલંકા એરલિફ્ટ કરવામાં […]

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જણાવ્યું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.03 અબજ ડોલર વધીને 687.26 અબજ ડોલર થઈ ગયું છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ સપ્તાહમાં સોનાનું ભંડોળ (ગોલ્ડ રિઝર્વ) પણ 1.188 અબજ ડોલર વધીને 106.984 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વળી, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ […]

U19 એશિયા કપ: વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ, ભારતે બનાવ્યો નવો વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હી: ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025 શરૂ થયો. ભારતીય અંડર-19 ટીમ શરૂઆતની મેચમાં સંયુક્ત આરબ અમીરાતની અંડર-19 ટીમનો સામનો કરશે. દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની પ્રતિભા જોવા મળી. તેણે દુબઈની પીચ પર ધમાકેદાર ઇનિંગ્સ રમી. ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતની શરૂઆત […]

ભારત પ્રત્યેની ટ્રમ્પની ટેરિફ સિસ્ટમ અને સંઘર્ષાત્મક અભિગમ ગેરવાજબીઃ ડેમોક્રેટિક પાર્ટી

નવી દિલ્હી: અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ટેરિફ નીતિઓ અંગે ચેતવણી આપી છે. ડેમોક્રેટ્સે જણાવ્યું છે કે ભારત પ્રત્યેની ટ્રમ્પની ટેરિફ સિસ્ટમ અને સંઘર્ષાત્મક અભિગમ ગેરવાજબી છે અને અમેરિકાના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોમાંના એકને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ અને મધ્ય એશિયા પર હાઉસ ફોરેન અફેર્સ સબકમિટીની યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરની કોંગ્રેસની […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code