1. Home
  2. Tag "india"

બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ ભારતની અનાહત સિંહે જીત્યો

નવી દિલ્હીઃ સ્ક્વોશમાં ભારતની અનાહત સિંહે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. 16 વર્ષની ટોચની ક્રમાંકિત ભારતીય ખેલાડીએ ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે અનાહતે તેનું ત્રીજું બ્રિટિશ જુનિયર ઓપન ટાઈટલ જીત્યું છે. આ પહેલા તેઓ વર્ષ 2019માં અંડર-11 કેટેગરીમાં અને વર્ષ 2023માં અંડર-15 કેટેગરીમાં […]

ભારતના આ એરપોર્ટ ખૂબ જ સુંદર છે, પ્રવાસીઓના આકર્ષણથી ઓછા નથી

એવું કહેવાય છે કે કેટલીકવાર મંઝિલ કરતાં પ્રવાસ વધુ સુંદર હોય છે. આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં સુંદર છે અને આ જગ્યાઓની સફર પણ ખૂબ જ મજેદાર અને સુંદર છે. જો તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરો છો, તો આજે અમે તમને ભારતના કેટલાક સુંદર એરપોર્ટ વિશે જણાવવા […]

ભારતમાં HMPV વાયરસની દસ્તક, 3 કેસ આવ્યા સામે

નવી દિલ્હીઃ ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં પણ HMPV વાયરસના કેસો દેખાવા લાગ્યા છે. બેંગલુરુ બાદ ગુજરાતના અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતમાં અત્યાર સુધીમાં HMPV વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી બે કેસ કર્ણાટકમાંથી અને હવે એક કેસ અમદાવાદ, ગુજરાતમાંથી નોંધાયો […]

ભારતનું મેટ્રો નેટવર્ક હવે 1,000 કિલોમીટર સુધી પહોંચી ગયું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી. આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દિલ્હી-એનસીઆરને […]

ભારતમાં રેન્સમવેર હુમલામાં 55%નો વધારો થયો, હેકર્સની પહેલી નજર અમેરિકા પર

ભારતમાં એક વર્ષમાં રેન્સમવેર હુમલામાં 55 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે, ભારતમાં રેન્સમવેરના 98 હુમલા થયા હતા અને મોટાભાગના હુમલા મે અને ઓક્ટોબર મહિનામાં થયા હતા. આ જાણકારી તાજેતરમાં પ્રકાશિત ‘Ransomware Trends 2024: Insights for Global Cybersecurity Readiness’માંથી મેળવવામાં આવી છે. આ રિપોર્ટ સાયબર પીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જે એક સાયબર સુરક્ષા […]

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગસાહસિક વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નરન્દ્ર મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે […]

ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો

ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો 12 વર્ષમાં શહેરી ગરીબી 13.7 ટકાથી ઘટીને 4.09 ટકા થઈ નવી દિલ્હીઃ ભારતમાં ગ્રામીણ ગરીબીનો દર નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર રીતે ઘટીને 4.86 ટકા થયો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વપરાશ ખર્ચ સર્વેક્ષણ પરના સંશોધન મુજબ છેલ્લા 12 વર્ષમાં […]

માલદીવ એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની મજબૂત અભિવ્યક્તિ : ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની ‘મજબૂત અભિવ્યક્તિ’ છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી હંમેશા હિંદ મહાસાગર દ્વીપસમૂહની સાથે છે, ખાસ કરીને જ્યારે તેને પડકારજનક સમયમાં મદદની જરૂર […]

મ્યાનમારમાં અરાકાન આર્મી વધતી તાકાતથી ભારતને ખતરાના સંકેત

મ્યાનમારમાં બળવાખોર જૂથ અરાકાન આર્મી (AA) અને લશ્કરી સરકાર (જુંતા) વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અરાકાન આર્મીએ રખાઈન રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જેના કારણે અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની મ્યાનમાર સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેની સીધી અસર બાંગ્લાદેશ પર પડી છે. ઢાકાએ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓના […]

યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરતી ભારતીય નિમિષાને બચાવવા તમામ પ્રયાસો કરાશેઃ ભારત

નવી દિલ્હીઃ કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ દરમિયાન બ્લડ મની શબ્દની પણ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે બ્લડ મની દ્વારા નિમિષાની જિંદગી બચાવી શકાય છે કે કેમ. તમને જણાવી દઈએ કે નિમિષા પર હત્યાનો આરોપ છે. કેરળની રહેવાસી નિમિષા એક નર્સ છે જેણે યમનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code