1. Home
  2. Tag "india"

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

ભારત-નેધરલેન્ડ વચ્ચે ઓરલ પોલિયો રસીના ઉત્પાદન સંબંધિત ભાગીદારી અને સહકાર પર ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ નેધરલેન્ડના યુટ્રેચમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની બિલ્ટથોવન બાયોલોજિકલ્સના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી.  તેમણે યુરોપિયન યુનિયનની રોગચાળાની સજ્જતા ભાગીદારી અને રસીના ઉત્પાદન પર સહકાર વિશે બિલ્ટોવનમાં પૂનાવાલા સાયન્સ પાર્ક (PSP) ના CEO જુર્ગેન ક્વિક અને જેફ ડી ક્લાર્ક સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભારત બાયોટેક નેધરલેન્ડ સ્થિત બિલથોવન બાયોલોજિકલ બી.વી.ની […]

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી […]

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]

પાકિસ્તાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે: મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે પાડોશી દેશો સાથેના સંબંધોને લઈને તેમના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું હતું કે, પડોશીઓ સાથે લડવું ન જોઈએ પરંતુ મિત્રતા અને પ્રેમ જાળવી રાખવો જોઈએ. મામલા સાથે જોડાયેલા નિષ્ણાતો મરિયમ નવાઝના આ નિવેદનને ભારત સાથે પાકિસ્તાનના સંબંધો […]

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર […]

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]

જીડીપી રેન્કિંગમાં 2024માં ભારત 5મા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈએ વૈશ્વિક જીડીપી રેન્કિંગમાં દેશને 2014 માં 10મા સ્થાનેથી 2024 માં 5મા સ્થાને લઈ ગયો છે.” ભારત સ્વચ્છ અને વધુ ઉર્જા કાર્યક્ષમ હોય તેવી નીતિઓ અને રોકાણોને અનુસરવાની જરૂરિયાત પ્રત્યે […]

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને પગલે ભારતની તમામને સંયમ જાળવવા અપીલ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code