ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ
નવી દિલ્હીઃ ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી. […]