રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી
નવી દિલ્હીઃ રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઇપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઇ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઇપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઇ છે. કેન્દ્રિય નાગરિક […]