1. Home
  2. Tag "Indians"

હવે ભારતીયો દેશમાં જ થયેલા કાર સેફ્ટી રેટિંગના આધારે મોટરકારની ખરીદી કરી શકશે

નવી દિલ્હીઃ અત્યાર સુધી કારની સુરક્ષા માટે વિદેશી સંસ્થાઓ દ્વારા કારનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ હવે ભારતમાં ટૂંક સમયમાં ટેસ્ટિંગ શરૂ થશે. કેન્દ્ર સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી તેની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં 3.5 ટન સુધીના મોટર વાહનોના ટેસ્ટ કરવામાં આવશે, જેથી તેમની સલામતી […]

હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે […]

ખુશખબરી ! યુકેએ ભારતીયો માટે યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા માટે બીજું ‘બેલેટ’ ખોલ્યું

દિલ્હી: બ્રિટેનની સરકારે દેશના વિઝા માટે ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા 18 થી 30 વર્ષની વયના ભારતીયો માટે ‘યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ’ હેઠળ તેના બીજા ‘બેલેટ’ ખોલ્યા. ‘બેલેટ’ 27 જુલાઈના રોજ સમાપ્ત થશે. તે લાયક યુવા ભારતીયોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની અથવા અભ્યાસ કરવાની તક આપે છે. નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને ટ્વીટ કર્યું, “યંગ […]

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- આ વર્ષે જૂન સુધીમાં 87,000થી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે, આ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે 2011 થી અત્યાર સુધીમાં 17.50 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. જયશંકરે કહ્યું કે 2022માં 2,25,620 ભારતીયોએ, 2021માં 1,63,370, 2020માં 85,256 ભારતીયોએ તેમની નાગરિકતા […]

ભારતમાં ઘટી રહી છે ગરીબોની સંખ્યા,છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા

દિલ્હી :છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીમાંથી મુક્ત થયા છે અને 2015-16 અને 2019-21 વચ્ચે ગરીબોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સોમવારે અહીં “રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023” બહાર પાડ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015-16થી 2019-21ના સમયગાળા દરમિયાન રેકોર્ડ 13.5 કરોડ લોકોને […]

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા,પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા ભારતના વિકાસને પણ ભવ્ય રીતે બતાવશે  પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતને લઈને ભારતીય-અમેરિકન સમુદાય ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની મુલાકાતને ખૂબ જ ખાસ બનાવવા માંગે છે. આ ક્રમમાં માત્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાંસ્કૃતિક ઝલક જ નહીં, […]

PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો,ન્યૂ જર્સી રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરવામાં આવી

PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરાઈ  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની રાજકીય મુલાકાતને લઈને ભારતીય ડાયસ્પોરા ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીનો એવો ક્રેઝ છે કે ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે પીએમ મોદીની મુલાકાત પહેલા તેમના નામ પર ફૂડ પ્લેટ લોન્ચ કરી છે. આ રેસ્ટોરન્ટ ન્યુ જર્સીમાં આવેલું […]

ભારત લોકતંત્રની જન્ની, અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએઃ PM મોદી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વરતા ભારતીયોને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત લોકતંત્રની જન્નની છે અને અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી ઈકોનોમી ધરાવતો દેશ છે. ભારતનો વિકાસ એ તમામ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. તેમજ દુનિયામાં સૌથી મોટી અને યુવા ટેલેન્ટ […]

બ્રિટનની આ કંપનીઓ કે જેને ભારતીયોએ ખરીદી લીધી,જાણશો તો તમને પણ થશે ભારતીય હોવાનો ગર્વ

દિલ્હી: આજથી થોડા વર્ષ પહેલા દુનિયાના દરેક લોકોની ભારત પ્રત્યે અલગ નજર હતી, લોકો ભારતને ગરીબ અને આર્થિક રીતે પછાત દેશ તરીકે જોતા હતા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતના જે સ્ટાર ચમક્યા છે, તે વાત જોઈને લાગે છે કે ભારતનો દશકો નહી પણ ભારતની સદી આવશે, અને 21મી સદી ભારતની છે. વાત એવી છે કે […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code