ડો. મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતની તૈયારીની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ 2024 ઓલિમ્પિક રમતોત્સવ માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં રમત-ગમતની 16 શાખાઓની 48 મહિલા એથ્લીટ્સ સહિત કુલ 118 ખેલાડીઓ ભાગ લેશે. પેરિસમાં જનારા કુલ 118 ખેલાડીઓમાંથી 26 ખેલો ઈન્ડિયાના એથ્લીટ્સ છે […]