1. Home
  2. Tag "Industrial Units"

અમદાવાદના ઔદ્યોગિક એકમોના હજારો કર્મચારીઓ-શ્રમયોગીઓએ લીધો ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ ઓદ્યોગિક એકમોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદના 50 હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓ  ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત 50થી વધુ ઔદ્યોગિક એકમો સાથે મતદાન જાગૃતિ અંગેના […]

ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોનું શોષણ ન થાય અને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ : બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભામાં આજે ઔદ્યોગિક એકમોમાં કર્મચારી / વર્કરોના શોષણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કર્મચારી કે વર્કરોનું શોષણ ન થાય અને તેમના હિતો જળવાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો કડક […]

અમદાવાદમાં ઓછું પ્રદુષણ કરતા ઔદ્યોગિક એકમોને ક્રેડિટ આપીને સન્માન કરાશે

ગાંધીનગરઃ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણના નિયંત્રણ માટેનો મહત્ત્વાકાંક્ષી એમિશન ટ્રેડિંગ સ્કીમનો પ્રોજેક્ટ આગામી બેથી ત્રણ મહિનામાં અમદાવાદમાં શરૂ કરવાની જાહેરાત વન અને પર્યાવરણ મંત્રીએ  ગુજરાત વિધાનસભામાં કરી હતી. આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ ઊંચું પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને દંડ ફટકારાય છે. આ દંડ થકી જમા થતી રકમમાંથી જે એકમો પ્રમાણિત કરતાં પણ ઓછું પ્રદુષણ કરતા હોય […]

ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકની હજારો એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવાની સરકારની હિલચાલ સામે 12 ગામના ખેડુતોએ વિરોધ કર્યો છે.  જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે, અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત […]

ઔદ્યોગિક એકમોમાં પ્રદુષણ અંગેનું ચેકિંગ તેના માલિકની હાજરીમાં PCBના અધિકારીઓ કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) ભષ્ટ્રાચારનો અડ્ડો બની ગયાની ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લાલા આંખ કરીને હવે કૌભાંડોને અંકુશમાં લેવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓની હાજરીમાં જ સ્થળ તપાસ અને તેના નિરીક્ષણની નોંધ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે ઔદ્યોગિક એકમોના નિરીક્ષણ(તપાસ) વેળાએ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ તરફથી મળતી રજુઆતોને પણ […]

ભરૂચઃ દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરીને ઔદ્યોગિક એકમોને પુરુ પડાશે, દેશના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.881 કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી.ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર […]

દિલ્હીઃ 1લી જાન્યુઆરીથી ઓદ્યોગિક એકમોમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના ઔદ્યોગિક, ઘરેલુ અને અન્ય હેતુ માટે કોલસાનો ઉપયોગ ઉપર તા. 1લી જાન્યુઆરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી, 2023 થી સમગ્ર દિલ્હી-NCRમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય હેતુઓ […]

રાજ્યના 6 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ભર્યુ રૂ. 1186 કરોડનું વિજ બીલ !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને અનેક ઔદ્યોગિક એકમો ધમધમતા થયાં છે. દરમિયાન રાજ્યના લગભગ 6 હજાર એકમોનું વિજ બીલ બાકી હોવાનું જાણવા મળે છે. આ એકમોએ રૂ. 1186 કરોડના વીજ બીલ નહીં ચુક્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તંત્ર દ્વારા આ એકમો પાસેથી વીજ બીલના બાકી રકમની વસુલાતની કામગીરી શરૂ કરવામાં […]

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે બે વર્ષમાં 277 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મૂડીરોકાણ વધ્યું છે અને ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યાં છે. જો કે, કેટલાક એકમોના સંચાલકો શ્રમજીવીઓની સલામતીને અવગણતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથની કેટલીક વાર ગંભીર અકસ્માત પણ સર્જાય છે. ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી અને ગંભીર અકસ્માતમાં 277 જેટલા શ્રમજીવીઓના મોત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code