1. Home
  2. Tag "International news"

પાકિસ્તાનની સાન આવી ઠેકાણે, હવે ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિંદુ મંદિર

પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી ઇસ્લામાબાદમાં હવે બનશે હિંદુ મંદિર ઇમરાન સરકારે જમીન ફાળવણી કરી નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિંદુ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર અને દમનના અનેક કિસ્સાઓ સામે આવે છે અને વારંવાર ત્યાં હિંદુ મંદિરને ખંડિત કરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ […]

ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

પૃથ્વી તરફ આવી રહ્યો છે આ એસ્ટેરોઇડ, જાણો ખતરો રહેશે કે નહીં

પૃથ્વી પર તોળાતી આકાશી આફત એસ્ટેરોઇડ Nereus પૃથ્વીની નજીકથી થશે પસાર જો કે ટકરાવની સંભાવના નહીવત્ નવી દિલ્હી: પૃથ્વી તરફ એક આકાશી આફતનું સંકટ તોળાઇ રહ્યું છે. નાસાએ ચેતવણી આપી છે કે ધરતીની નજીક એક વિશાળ એસ્ટેરોઇડ આવી રહ્યો છે. આ એસ્ટેરોઇડનું કદ 330 મીટર છે. આપને જણાવી દઇએ કે આ એસ્ટેરોઇડના આકારની વાત કરીએ […]

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી, તંત્ર એલર્ટ પર

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 અને 5.8 નોંધાઇ લોકોમાં ગભરાટનો માહોલ નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે નિકારગુઆ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું છે. નિકારગુઆમાં 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિકારગુઆમાં અગાઉ 5.7ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસ જીયોલોજીકલ […]

હવે કોવેક્સિન લેનારા ભારતીયોને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

નવી દિલ્હી: WHO દ્વારા પણ જ્યારે હવે ભારતમાં નિર્મિત કોવેક્સિનને માન્યતા અપાઇ છે ત્યારે હવે વધુ એક ખુશખબર છે. હવે યુકે પણ ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઇ રહ્યું છે. ભારતમાં કોવેક્સિનને હવે યુકે સરકાર ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરશે. 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓને […]

ચીનની વાંગ યાપિંગ અંતરિક્ષમાં વોકિંગ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની, જુઓ VIDEO

ચીનની મહિલાએ અંતરિક્ષમાં કર્યું વોકિંગ અંતરિક્ષમાં વોકિંગ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની અંતરિક્ષના ઇતિહાસમાં વોકિંગનો રેકોર્ડ બનાવ્યો નવી દિલ્હી: હવે અંતરિક્ષમાં કોઇ મહિલા અંતરિક્ષ યાત્રી વોકિંગનો પણ રેકોર્ડ બન્યો છે. ચીનના અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગે અવકાશી ઇતિહાસમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ચીનના વાંગ યાપિંગ અંતરિક્ષ મિશન દરમિયાન સ્પેસ સ્ટેશનની બહાર નીકળેલી પ્રથમ ચીની મહિલા છે. […]

પાકિસ્તાનમાં છે અજીબોગરીબ કાયદાઓ, જેના વિશે જાણીને તમને પણ નવાઇ લાગશે

પાકિસ્તાનમાં છે અજીબોગરીબ કાયદાઓ પાકિસ્તાનના લોકોને શિક્ષણ પર આપવો પડે છે ટેક્સ ત્યાંના લોકો ઇઝરાયલ નથી જઇ શકતા નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ દેશોમાં અલગ અલગ કાયદાઓ હોય છે. જો કે કેટલાક કાયદાઓ ખૂબ જ અજીબ હોય છે. આવા જ કેટલાક કાયદાઓ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. આવા અજીબોગરીબ કાયદાઓને લીખે અનેક વખત પાકિસ્તાનની ટીકા […]

ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ

હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની ઇચ્છાથી મરી શકશે ન્યૂઝીલેન્ડમાં ઇચ્છામૃત્યુનો કાયદો અમલમાં આવ્યો જો કે માત્ર અસ્થાયી બીમારીથી પીડિત લોકો માટે જ આ કાયદો રહેશે નવી દિલ્હી: હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની મરજીથી મરી શકે છે. રવિવારે ન્યૂઝીલેન્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે ત્યા ઇચ્છામૃત્યુના કાયદાને અમલમાં લાવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં માત્ર એવા જ લોકોને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી […]

અફઘાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, રશિયા, ઇરાન જેવા દેશો થશે સામેલ

અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે યોજાશે બેઠક આ બેઠકની અધ્યક્ષતા ભારતના NSA અજીત ડોભાલ કરશે આ બેઠકમાં રશિયા, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશો સામેલ થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી વિશ્વના અનેક દેશોમાં તેને લઇને ચર્ચા-વિચારણા માટે અનેક બેઠકોનો દોર શરૂ થઇ ચૂક્યો છે. હવે આ જ દિશામાં હવે અફઘાનિસ્તાનને લઇને […]

ઇરાકના વડાપ્રધાનની ડ્રોન હુમલાથી હત્યાનો પ્રયાસ, માંડ માંડ બચ્યા

રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો આ હુમલાથી ઇરાકના વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ જો કે સદનસીબે તેઓ હુમલાથી બચી ગયા છે નવી દિલ્હી: રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં ચોંકાવનારી વાત એ છે કે તેમાં ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જો કે, સદનસીબે અલ-કાદિમી આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code