1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ
ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ

ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ

0
Social Share
  • હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની ઇચ્છાથી મરી શકશે
  • ન્યૂઝીલેન્ડમાં ઇચ્છામૃત્યુનો કાયદો અમલમાં આવ્યો
  • જો કે માત્ર અસ્થાયી બીમારીથી પીડિત લોકો માટે જ આ કાયદો રહેશે

નવી દિલ્હી: હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની મરજીથી મરી શકે છે. રવિવારે ન્યૂઝીલેન્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે ત્યા ઇચ્છામૃત્યુના કાયદાને અમલમાં લાવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં માત્ર એવા જ લોકોને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી આપવામાં આવશે જે અસ્થાયી બીમારીથી પીડિત છે. આપને જણાવી દઇએ કે અગાઉ કેનેડા, ઓસ્ટ્રેલિયા, લક્ઝમબર્ગ, સ્પેન, નેધરલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં ઇચ્છા મૃત્યુને કાયદેસર કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂઝીલેન્ડમાં આ કાયદાને મંજૂર કરવા માટે લોકમત યોજાયો હતો. જેમાં 65 ટકાથી વધુ લોકોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. ન્યૂઝીલેન્ડમાં લાંબા સમયથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી અને હવે આજથી કાયદાનો અમલ થવા જઇ રહ્યો છે. આ પ્રક્રિયા માટે ઓછામાં ઓછા બે ડૉક્ટરોની સંમતિ ફરજીયાત છે.

જો કે આ કાયદાનો ન્યૂઝીલેન્ડમાં કેટલાક લોકો એ રીતે વિરોધ કરી રહ્યા છે કે તે માનવજીવન અને મૂલ્યો પ્રત્યે સમજાનું સન્માન નબળુ પાડશે. તેનાથી સંવેદનશીલ લોકોની સંભાળમાં ઘટાડો થશે. ખાસ કરીને વિકલાંગ લોકો અથા જીવનના છેલ્લા દિવસોમાં જીવતા લોકો. જ્યારે આ કાયદાનુ સમર્થન કરનારા લોકો કહે છે કે, માણસને ક્યારે અને કેવી રીતે મરવું હોય તે મરવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં ઇચ્છામૃત્યુ તેમને સન્માન સાથે મરવાનો અધિકાર પૂરો પાડે છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, દર વર્ષે 950 લોકો આ માટે અરજી કરી શકશે. જેમાંથી 350 લોકોને મૃત્યુમાં મદદ કરવામાં આવશે. પરંતુ હકીકતમાં કેટલા લોકો અરજી કરે છે, તેના વિશે હજુ અનુમાન લગાવી શકાય તેમ નથી. આ કામ માટે તબીબોને યોગ્ય તાલીમ પણ પૂરી પાડવામાં આવી છે. જો કે કેટલાક ડૉક્ટરોનું કહેવું છે કે જો દર્દીની યોગ્ય કાળજી લેવામાં આવે તો ઇચ્છામૃત્યુની આવશ્યકતા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code