1. Home
  2. Tag "investigation"

હેલ્થકાર્ડ ધરાવતા દર્દીઓના સારવાર માટે વધુ ચાર્જના બીલો બનાવતી હોસ્પિટલો સામે ઝૂંબેશ

અમદાવાદઃ  ગુજરાતમાં ‘મા અને પ્રધાનમંત્રી’  જનઆરોગ્ય યોજના હેઠળના કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપતી ખાનગી હોસ્પિટલો દર્દીઓના નામે ખોટા બિલો બનાવીને વસુલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવા બદલ ખાનગી હોસ્પિટલોને દંડ પણ કરવામાં આવ્યા […]

અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો […]

પેપર લીક કેસમાં તપાસ પહેલા કહેવાયું કે કોઈ સત્તાવાર નેતાની સંડોવણી નથીઃ સચિન પાયલટ

જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તેમની જન સંઘર્ષ પદ યાત્રાનું વર્ણન કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે કહ્યું છે કે, લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને આપણા બધાને તેમાંથી શક્તિ અને હિંમત મળી રહી છે. તેમણે કહ્યું કે, જન સંઘર્ષ યાત્રા શરૂ કરવામાં આવી છે અને તેનો હેતુ યુવાનોમાં વિશ્વાસ જાળવી રાખવાનો છે. તેમણે કહ્યું […]

જખૌ નજીક બેટ ઉપરથી શંકાસ્પદ માદવ દ્રવ્યોનું પેકેટ મળ્યું, BSFની ટીમે શરુ કરી તપાસ

અમદાવાદઃ કચ્છના સરહદી વિસ્તાર જખૌ નજીક એક ટાપુ ઉપરથી તાજેતરમાં ચરસના પેકેટ બિનવારસી મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં ફરી એકવાર એક નિર્જન બેટ ઉપરથી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે અને બેટ ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું. આમ જખૌ નજીકથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યો મળી આવવાનો શિલશિલો […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની તપાસ સુરતની કથિત બ્લેકલિસ્ટ કંપનીઓને સોંપાતા વિવાદ

  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો  હાટકેશ્વર બ્રિજ  5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને […]

બેટ દ્વારકામાં સરકારી જમીનો પર મોટાપાયે બાંધકામ કરવા પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાશેઃ રેન્જ IG

જામ ખંભાળિયાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં સરકારી જમીનો પરના દુર કરવા ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકામાં સૌથી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે ત્રણ દિવસ કામગીરી ચાલી હતી. દરમિયાન  એક જ સમાજ દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code