1. Home
  2. Tag "investigation"

પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગયા મહિનામાં થયેલા ટ્રેન અકસ્માતમાં રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. લગભગ એક મહિના બાદ તે અકસ્માતની તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા […]

રાજકોટનો તોડકાંડ, ડીજીપી વિકાસ સહાય આજે ગૃહ વિભાગને પ્રાથમિક રિપોર્ટ સોંપશે

રાજકોટઃ શહેરના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડને મામલે ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ આ મામલે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇ સામે રૂ.75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયા બાદ આ મામલે તપાસ ચલાવી રહેલી કમિટી સમક્ષ ગુરુવારે ગાંધીનગરમાં કમિશનર મનોજ અગ્રવાલ હાજર થયા હતા અને ડી.જી. […]

અમેરિકા સેટલ થવાની ઘેલશામાં કેનેડા-US બોર્ડર પર 4 ગુજરાતીના મોત અંગે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની તપાસ

ગાંધીનગરઃ અમેરિકા સેટલ થવાની ઘેલશામાં કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતા માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી થવાથી ગુજરાતી પરિવારના માસુમ બાળક સહિત ચારના મોત નિપજતા આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં […]

ગૂગલની મુશ્કેલી વધી, DNPAની ફરિયાદ બાદ કંપની વિરુદ્વ ભારતમાં તપાસનો આદેશ

DNPAની ફરિયાદ બાદ ગૂગલ વિરુદ્વ તપાસ આદેશ ગૂગલ વિરુદ્વ ભારતમાં થશે તપાસ ગૂગલ પોતાના ક્ષેત્રે ઇજારાશાહીનો કરી રહ્યું છે દૂરુપયોગ નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલ તેના ક્ષેત્રમાં એકાધિકારને કારણે ભારતમાં અયોગ્ય રીતે મોટા પાયે નફો રળી રહ્યું છે. હવે આ મામલે કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ તપાસના આદેશ આપ્યા છે. ડિજીટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન દ્વારા ફરિયાદ […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડની ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના

દિલ્હીઃ માતા વૈષ્ણોદેવી ભવનમાં સર્જાયેલી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 12ના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે 15 વ્યક્તિ ઘાયલ થયાનું જાણવા મળી રહી છે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ અને તંત્ર દ્વારા કલાકો બાદ ફરીથી વૈષ્ણોદેવી યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર પ્રકરણની […]

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યાં ?

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અમદાવાદઃ પાકિસ્તાન જીંદાબાદના નારા સાથેનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો ગુજરાતના કચ્છ જિલ્લાનો હોવાનું મનાઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા બનેલા ઉમેદવારના સમર્થકો દ્વારા આવા નારા લગાવવામાં આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના દુધઈ ગામનો એક […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં  એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને  સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી  લેવામાં આવી રહી છે. ખાનગી  સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને  પુરા ગાર્ડનો  પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે […]

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગ પાસે BU છે, કે નહીં તેની તપાસ કરાશે

અમદાવાદઃ શહેરમાં ઘણા એવા હાઈરાઈઝ બિલ્ડિંગો છે, કે એની બીયુ ( બિલ્ડિંગ યુઝ) પરમિશન લેવામાં આવી નહોય અને સીધા ગ્રાહકોને ફ્લેટ્સ વેચી દીધા હોય. આવા ફ્લેટ્સમાં લોકો રહેવા માટે આવી ગયા હોય કે બી યુ. પરમિશન ન હોય તે મકાનોમાં વર્ષેથી રહેતા પણ હોય અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગોમાં બીયુ પરમિશન ન હોય તો પણ વેપારીઓ […]

એર માર્શલ માનવેન્દ્રસિંહ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ કરશે, એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના છે પ્રમુખ

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ માનવેન્દ્રસિંહને સોંપાઇ તેઓ પોતે પણ હેલિકોપ્ટરના પાયલોટ છે સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ હશે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 12 અધિકારીઓના મૃત્યુ થયા હતા ત્યારે હવે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code