1. Home
  2. Tag "iran"

ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલુ હવાઇ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યુ

ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ 13 જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર […]

ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર બદલ ભારતે ઈરાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર કરી વાત. તેમણે ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચારસરણી શેર કરવા બદલ અરાઘચીની પ્રશંસા કરી અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં સહાય પૂરી પાડવા બદલ પશ્ચિમ એશિયાઈ દેશનો આભાર માન્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ વાતચીત થઈ, જ્યાં પ્રાદેશિક સંઘર્ષો અને જટિલ ભૂ-રાજકીય […]

‘ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો આવતા અઠવાડિયે થશે’: ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશ્ચર્યજનક યુદ્ધવિરામની જાહેરાતને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, જ્યાં યુદ્ધવિરામ ઉલ્લંઘનના આરોપો પછી પણ શાંતિ જળવાઈ રહી છે. ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામ પછી પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને ઘણું નુકસાન થયું છે. તો આગળ શું થશે, શું ઈરાનનું પરમાણુ શસ્ત્રો […]

પશ્ચિમ હેરાતમાં ઈસ્લામ કાલા સરહદ ક્રોસિંગથી 30,000થી વધુ અફઘાન શરણાર્થીઓ ઈરાનથી ઘરે પરત ફર્યા

પશ્ચિમ હેરાતમાં ઈસ્લામ કાલા સરહદ ક્રોસિંગથી 30,000થી વધુ અફઘાન શરણાર્થીઓ ઈરાનથી ઘરે પરત ફર્યા છે. આ તાજેતરમાં સૌથી મોટા સામૂહિક પરત ફરનારાઓમાંનું એક છે. માહિતી અને સંસ્કૃતિ વિભાગના પ્રાંતીય નિયામક મૌલવી અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે પરત ફરનારાઓને પાણી, ખોરાક અને તબીબી સંભાળ સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. અફઘાનિસ્તાન ઈરાન સાથે બે […]

ઇરાને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરતા તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ

અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યા પછી અને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરવાના ઈરાનના નિર્ણય પછી આજે સવારે તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડનો ભાવ 2 ટકાથી વધુ વધીને 79 ડોલર પ્રતિ બેરલ થયો હતો, જ્યારે W.T.I. ક્રુડ 2 ટકાથી વધુ વધીને 75 ડોલર પ્રતિ બેરલની નજીક વેપાર કરી […]

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર છ મિસાઈલો છોડી, જેનાથી ઈઝરાયલ સાથેનો તેમનો સંઘર્ષ વધુ વધ્યો છે. આ હુમલાઓ રવિવારે વહેલી સવારે તેહરાન પર અમેરિકાના હુમલાના બદલામાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કતારે જાહેરાત કરી કે તે ઈરાની હુમલાનો સીધો જવાબ આપવાનો અધિકાર પણ અનામત રાખે છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ […]

ઓપરેશન સિંધુ: ઈરાન બાદ હવે ઈઝરાયલથી ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયાં

નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, ઈરાન અને ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત […]

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છેઃ ટ્રમ્પ

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પુર્ણવિરામ મુકાય તેવા સંકેત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ રાતે બંને દેશો વચ્ચે સીઝફાયર મુદ્દે સહમતી સંધાઈ હોવાની જાહેરાત કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોસિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છે. ટ્રમ્પે […]

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા, ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે: ટ્રમ્પ

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને […]

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને સલામત રીતે સ્વદેશ પરત લવાયા

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે, મશહદથી એક ખાસ ફ્લાઇટ દ્વારા 290 ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મશહદથી બીજી એક ફ્લાઇટ ગઈકાલે સાંજે ઈરાનથી 310 ભારતીય નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચી હતી.દરમિયાન નેપાળ અને શ્રીલંકાએ ઓપરેશન સિંધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code