1. Home
  2. Tag "JAISH E MOHAMMAD"

પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ હતા આજની વાયુસેનાની એરસ્ટ્રાઈકના નિશાને

ભારતીય વાયુસેનાની પીઓકે અને પાકિસ્તાનની જમીન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઘણાં ખૂંખાર આતંકવાદી માર્યા ગયા હતા. એર સ્ટ્રાઈકમાં ભારતના નિશાન પર મુખ્યત્વે પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી ઠેકાણાને તબાહ કરવામાં આવ્યો છે. પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યા નિશાન મૌલાના અમ્માર જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરનો ભાઈ અને કાશ્મીર તથા […]

શહીદોના તેરમા પહેલા પુલવામા એટેકનો બદલો, વાયુસેનાએ તબાહ કરેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાની પહેલી તસવીર

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરવામા આવેલી એરસ્ટ્રાઈક બાદ પહેલી તસવીર સામે આવી છે. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા તબાહ કરવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાની પહેલી તસવીર સામે આવી છે. ભારતે પાકિસ્તાનના બાલકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોઠીમાં હજાર કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓના ઠેકાણા પર ભારતીય વાયુસેનાએ મોટી સંખ્યામાં બોમ્બમારો કર્યો છે. આતંકવાદીઓના […]

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં માર્યો ગયેલો આતંકી મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર કેટલો હતો ખતરનાક?

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર બાલાકોટ ખાતેના આતંકી તાલીમ કેમ્પની દેખરેખ કરતો હતો. ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પુલવામા એટેકનો બદલો લેતા બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદના આતંકવાદી તાલીમ કેમ્પો પર હુમલા કર્યા છે. આ હુમલામાં બાલાકોટ ખાતેની એર સ્ટ્રાઈકમાં મૌલાના મસૂદ અઝહરનો બનેવી અઝહર યૂસુફ ઉર્ફે ઉસ્તાદ ગૌરી ત્રણસો આતંકવાદીઓ […]

બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કેમ્પ પર હુમલો, મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર ઠાર

ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને પીઓકે અને પાકિસ્તાનના બાલાકોટ ખાતે કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની કાર્યવાહી સંદર્ભે જાણકારી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છેકે 14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકવાદી હુમલો કર્યો હતો અને તેમાં આપણા 40 જવાનો શહીદ થયા હતા. આ પહેલા પઠાનકોટમાં પણ જૈશ-એ-મોહમ્મદ તરફથી આતંકવાદી […]

પીઓકેમાં એર સ્ટ્રાઈક: ભારતીય વાયુસેના આતંકવાદીઓ પર કેર બનીને વરસી, જૈશ-એ-મોહમ્મદના કેમ્પો તબાહ

ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ-2000 યુદ્ધવિમાનો સામે થયા હતા અને એલઓસી પાર આતંકવાદી કેમ્પો પર એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે. વાયુસેનાના સૂત્રોનું કહેવું છે કે આતંકી કેમ્પોને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છેં કે […]

પુલવામા એટેક પર મોટો ખુલાસો, ષડયંત્રમાં હતી પાકિસ્તાની સેનાના મેજરની સંડોવણી

પુલવામા એટેક પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની મીટિંગ યોજાઈ હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની બેઠકમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ થયો હતો. 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને એલઓસી પર સરદારી લોન્ચ પેડ ખાતે આતંકીઓની બેઠક આયોજિત કરી હતી. […]

પુલવામા એટેક: પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લાને છોડવાના આદેશ

પુલવામા આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ગુસ્સાની લહેર અને આક્રોશનું વાતાવરણ છે. આ કડીમાં રાજસ્થાનના બિકાનેરમાં પ્રશાસને તમામ પાકિસ્તાની નાગરિકોને આગામી 48 કલાકમાં જિલ્લો છોડીને ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો છે. બિકાનેર જિલ્લા મેજિસ્ટ્રેટ કુમારપાલ ગૌતમે સોમવારે સીઆરપીસીની કલમ-144 હેઠળ આદેશ જાહેર કર્યો હતો કે બિકાનેરની મહેસૂલી હદમાં રહેતા પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડીને […]

પુલવામાના પિંગલેનામાં 18 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, ડીઆઈજી, લેફ્ટિનેન્ટ કર્નલ ઈજાગ્રસ્ત

પુલવામાના પિંગલેના ગામમાં ચાલી રહેલી અથડામણમાં ગાઝી રાશિદ, કામરાન સહીત કુલ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જો કે આ અથડામણમાં અત્યાર સુધીમાં એક મેજર સહીત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ચુક્યા છે. સાઉથ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રિથી ચાલી રહેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીઆઈજી અમિત કુમાર ઘાયલ થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રે બાર વાગ્યાથી […]

સુરક્ષાદળોએ ઠાર કર્યા જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડર, પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ ગાઝી પણ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી કમાન્ડરોને ઠાર કર્યા છે. છેલ્લા અહેવાલ મુજબ, આતંકવાદીઓની ઓળખવિધિ પૂર્ણ થવાની બાકી હતી. પરંતુ જણાવવામાં આવે છે કે ઠાર થયેલા બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી રશીદ અને કામરાન હોવાનું જણાવવામાં આવે છે. ગાઝી રશિદ પુલવામા ખાતે સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરનારા ફિદાઈન એટેકનો મુખ્ય ષડયંત્રકારી હતો. […]

પુલવામા હુમલા પર પીએમ મોદીની પ્રતિક્રિયા, નહીં વેડફાય જવાનોનું બલિદાન

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો બેહદ ઘૃણિત છે. તેઓ આ કાયરતાપૂર્ણ હુમલાની કઠોર નિંદા કરે છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવારો સાથે ખભેખભો મિલાવીને ઉભો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code