1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરઃ ફારુક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે. ફારુક અબ્દુલ્લાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ ખરાબ તબિયત ગણાવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી મહિનાની 5 ડિસેમ્બરે […]

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે […]

જમ્મુ-કાશ્મીર:શોપિયાંમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો  

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.આતંકી જૈશ-એ-મોહમ્મદનો હતો.તે કુલગામ-શોપિયામાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયાના કાપરેન વિસ્તારમાં થયું હતું.કાપરેન  ચૌધરીગુંડથી થોડા કિલોમીટર દૂર છે, જ્યાં ઓક્ટોબરમાં કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની  આતંકીઓએ ગોળી મારી […]

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પીડિત બાળકોને MBBS-BDSમાં અપાશે અનામત

 આતંકવાદ પીડિત બાળકોને સહાય જમ્મુ કાશ્મીરમાં આ બાળકોને  MBBS-BDSમાં અપાશે અનામત શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 અસરહીન કરવામાં આવી છે ત્યારથી કેન્દ્ર સરકાર સતત સ્થાનિક લોકો માટે વિકાસના કાર્ય કરી રહી છે,શિક્ષણ હોય કે તબીબી ક્ષેત્ર હોય સરકારના અથાગ પ્રયત્નો રહ્યા છે કે કાષશ્મીરના છેવાડા સુધી ગરેકને સહાય મળી રહે છે,કોરોના કાળમાં પણ રસીકરણ […]

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ગુપકરમાં આવેલો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમને સરકારી બંગલો ફેર વ્યૂ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ આશ્ચર્યજનક નથી અને […]

જમ્મુ અને કાશ્મીર: શોપિયાંમાં મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીને ઠાર મરાયો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.સુરક્ષા દળોએ તેને જીવતો પકડી લીધો હતો અને તેના ખુલાસા બાદ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરમિયાન, શોપિયાંના નૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઈમરાન બશીર ગનીને આતંકીએ ગોળી વાગી હતી, જેમાં તેનું મોત થયું […]

ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં: ફારુક અબ્દુલા

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પુરણ ભટની હત્યા પર અબ્દુલ્લાએ કહ્યું કે જેમ ભાજપ કહે છે કે કલમ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. એટલે આવી ઘટનાઓ અટકાવવા […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. આતંકવાદીઓ હવે કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવતા હોવાથી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે શરૂ કરી કામગીરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યની જાહેરાત કરાઈ હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ઘરાવતું રાજ્ય છે. આર્ટીકલ 370 દૂર કરાયાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે, આ ઉપરાંત મતદારોની નવી યાદી કરવામાં આવી રહી છે. […]

પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક મેગા જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. આ સિવાય તેમના કાર્યક્રમ પર વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે અહીં રેલી યોજવાની યોજના બનાવવામાં આવી હતી ત્યારે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code