ગુજરાતનો 63મો સ્થાપના દિન જામનગરમાં ઊજવાશે, પોલીસ પરેડ સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે
જામનગરઃ ગુજરાત રાજ્યના 63મા ગુજરાત સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી જામનગર ખાતે કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આગામી તા. 1લી […]


