3 વર્ષમાં ભારતીય અર્થતંત્ર જર્મની-જાપાન કરતા મોટું થઈ જશે: બીવીઆર સુબ્રમણ્યમ
નવી દિલ્હીઃ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે આગામી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે વધુમાં કહ્યું કે ‘વિકસિત ભારત’ના સ્વપ્નને પૂર્ણ કરવા સાથે, દેશ 2047માં 30 ટ્રિલિયન ડોલરની વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાશે. […]