ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ અંગે મુખ્યમંત્રીનો જાપાનના ડિલિગેશન સાથે પરામર્શ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં ટેકનિકલ સપોર્ટ અંગે ફળદાયી ચર્ચા, ભારત-જાપાનના ઉષ્માપૂર્ણ સંબંધોને લીધે જાપાનીઝ રોકાણોને ગતિ મળશે: મુખ્યમંત્રી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં […]


