ટોરેન્ટ ફાર્મા કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં નિયંત્રણાત્મક હિસ્સો હસ્તગત કરશે
મુંબઈ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“ટોરેન્ટ”) અને વૈશ્વિક રોકાણ કંપની કે.કે.આર. એ સંયુક્ત રીતે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટોરેન્ટે કે.કે.આર. પાસેથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“જે.બી. ફાર્મા”) માં નિયંત્રણાત્મક હિસ્સો ઇક્વિટી મૂલ્યાંકન પર (સંપૂર્ણપણે ડાયલ્યુટેડ ધોરણે) હસ્તગત કરવા માટે રૂપિયા ૨૫,૬૮૯ કરોડના કરાર કર્યા છે. જેના પગલે આ બન્ને કંપનીનું વિલીનીકરણ થશે. […]