1. Home
  2. Tag "kalol"

કલોલના વેડા ગામે ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીનની માપણી પોલીસ પ્રોટેક્શન ન મળતા મલત્વી

ગાંધીનગરઃ દિલ્હીથી મુંબઇ સુધી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગ્રીન એક્સ્પ્રેસ હાઇવે બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં ખેતીની જમીન સંપાદન કરવા સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કલોલ તાલુકાના વેડા ગામે સંપાદન કરાયેલી જમીનની માપણી કરવા ગયેલી ટીમને પોલીસ બંદોબસ્ત નહીં મળતા કામગીરી મુલતવી રાખવી પડી હતી. નિયત સમયમર્યાદામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરવાની થાય છે પરંતુ ખેડૂતોના […]

કલોલમાં દૂષિત પાણીને લીધે કોલેરાના 11 કેસ નોંધાયા, પેથાપુરમાં ઝાડા-ઊલટીના 20 કેસ નોંધાયા

ગાંધીનગર:  કલોલ શહેરમાં છેલ્લા મહિનાથી  ડહોળું પાણી આવવાની ફરિયાદ હતી. આ ફરિયાદના પગલે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનનું લીકેજ શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 11 જેટલા કોલેરાના કેસ નોંધાતા નગરપાલિકાનું તંત્ર દોડતુ થઈ ગયુ છે. બીજી બાજુ ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં તાવ, ઝાડા, ઊલટીના 20 જેટલા કેસ નોંધાતા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ […]

ગાંધીનગરઃ કલોલ હાઈવે ઉપર માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ગાંધીનગરના કલોલ હાઈવે પર અંબિકાનગર પાસે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન એસટી બસ આવી હતી અને તેની પાછળ પૂરઝડપે ખાનગી ટ્રાવેલ્સની બસ આવતી હતી. આ બસ એસટી બસ સાથે ઘડાકા ભેર અથડાઈ હતી. જેથી એસટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ […]

કાલોલના ઘૂસર ગામે ગોમા નદીમાં બેરોકટોક ખનીજચોરી, ગ્રામજનોએ વિરોધ કરતા મારામારી

કાલોલઃ પંચમહાલના કાલોલ તાલુકાના ઘૂસર ગામની ગોમા નદીમાં ખનીજચોરો બેરોકટોક રેતી ઉઠાવી જતાં હોવાથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ગોમાં નદી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારા રેતી માફિયાઓ માટે આશીર્વાદરૂપ બની છે. સરકારી અધિકારીઓની રહેમનજર નીચે આ વિસ્તારમાંથી દિવસ રાત રેતી ઉલેચવામાં આવી રહી છે. એટલે જ ટ્રેક્ટરો ભરી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ […]

કલોલમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતાં ગુરૂકૂળની ત્રણ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ

ગાંધીનગરઃ કલોલમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં કંપનીની નજીકમાં આવેલા ગુરૂકુળની ત્રણ વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કંપનીની બેદરકારી સામે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ બનાવની  જાણ થતા પોલીસ કાફલો, ફાયરબ્રિગેડ તેમજ કલોલના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  કલોલ જીઆઇડીસીમાં […]

અમિત શાહે ગાંધીનગરના કલોલ ખાતે KIRC કોલેજ દ્વારા નિર્મિત 750 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું 

અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના કલોલમાં 150 બેડની ESIC હોસ્પિટલ અને ઉમિયા માતા કે.પી.નું ઉદ્ઘાટન કર્યું હતું. એજ્યુકેશનલ ટ્રસ્ટની 750 બેડની આદર્શ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલી ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે […]

દેશમાં 8 વર્ષમાં મેડીકલ કોલેજની સંખ્યા 387થી વધીને હાલમાં 603 થઇઃ અમિત શાહ

અમદાવાદઃ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન 750 બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે […]

સહકારી મંડળીઓ આત્મનિર્ભરતાનું એક મહાન મોડલઃ પીએમ મોદી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓના સેમિનારમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલોલમાં IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ, ડૉ. મનસુખભાઇ માંડવિયા, સાંસદો, ગુજરાત સરકારના ધારાસભ્યો અને અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ […]

કલોલમાં GIDCમાં દવાની કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાંના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી. […]

‘ભારતમાલા’ હાઈવે પ્રોજેક્ટનો કલોલ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ, જામળા ગામમાં સભા યોજાઈ

ગાંધીનગરઃ  જિલ્લાના ગામડાઓમાંથી પસાર થતાં અને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનનારા એક્સપ્રેસ હાઈવેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની જમીનો આ એક્સપ્રેસ હાઈવેમાં જઈ રહી છે. તેનો ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલોક તાલુકાના જામળા ગામે તાજેતરમાં ખેડૂતોની સભા મળી હતી. જેમાં ખેડૂતોએ મક્કમ સ્વરે પોતાની જમીન નહીં આપવાના નિર્ણય સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code