જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, કાશ્મીરી પંડિતની ગોળીમારી હત્યા કરાઈ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. આતંકવાદીઓ હવે કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવતા હોવાથી સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. […]


