જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા
જૂનાગઢઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં પડ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેના પર સી મીટ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. […]