1. Home
  2. ગુજરાતી
  3. જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા
જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા

જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા

0
Social Share

જૂનાગઢઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં પડ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેના પર સી મીટ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. ચાલુ વર્ષ 10 થી 12 આની રહેવાની શકયતા છે. તેમજ જુન મહિનાનાં ચોથા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ થવાની શકયતા દર્શાવી હતી.

જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ઓનલાઇન યોજાયો હતો. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા થયા હતા. આ પરિસંવાદ દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતુ઼ કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. આ તકે જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી, ડો. જે.ડી. ગુંદાલીયા, ડો. જી.આર. ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં.

આ વર્ષે આગાહી કરતા પી.જી. રાજાણીએ કહ્યું હતું કે, જૂનથી ઓક્ટોબર સુધીનાં 28 દિવસ વરસાદ થશે. 12 આની વરસનું પૂર્વાનુમાન છે. વર્ષનો એવરેજ વરસાદ 52 ઇંચ થઇ શકે. અતિ વૃષ્ટિની પણ શક્યતા છે. અન્ય એક આગાહીકાર ધનસુખભાઇ શાહે કહ્યું હતું કે, જૂન મહિનામાં માફકસરથી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર આવવાની શકયતા. જુલાઇમાં વરસાદનું જોર ઘટે અને જુલાઇનાં અંતમાં વરસાદનું વાતાવરણ બંધાઇ શકે. ઓગષ્ટમાં મીની વાવાઝોડાની શકયતા છે.

બાબુભાઇ ગોપાલભાઇએ કહ્યું હતું કે, જુનના અંતમાં  પવન સાથે વરસાદની સંભાવના છે. તા. 15 જુલાઇ થી 18 જુલાઇ આ ત્રણ દિવસમાં અતિ વરસાદ થવાની શકયતા છે. ફરી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બરનાં જોરદાર વરસાદ થઇ શકે છે. જ્યારે વર્ષા વિજ્ઞાન મંડળનાં 40 આગાહીકારોનું તારણ હતું કે, વાવણીલાયક વરસાદ જૂનનાં ચોથા અઠવાડીયામાં થવાની શકયતા છે. જૂલાઇના ત્રીજા- ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટી થવાની શકયતા છે. 16 ઓગષ્ટ બાદ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો છે. માવઠાની નવેમ્બરના બીજા અઠવાડીયામાં શકયતા છે. વર્ષ મધ્યમ રહેવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code