રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠઃ જનકપુર ધામમાં સવા લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર આજે નેપાળના ઘણા શહેરોમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાનકી મંદિર જનકપુરધામમાં પ્રકાશનો સૌથી ભવ્ય ઉત્સવ જોવા મળ્યો જ્યાં નાગરિકોએ 1.25 લાખ દીવા પ્રગટાવીને વર્ષગાંઠની ઉજવણી કરી હતી. રાજ્ય સરકારના સહયોગથી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી જનકપુરધામમાં જાનકી મંદિરના પ્રાંગણમાં આજે ભવ્ય પ્રકાશ મહોત્સવનું આયોજન કરવામાં […]