1. Home
  2. Tag "Landslide"

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

કટરાના અર્ધકુમારીમાં ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત અને 14 ઘાયલ થયા

કટરાના અર્ધકુમારીમાં ભૂસ્ખલનથી પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આ માહિતી આપી હતી. બોર્ડે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 14 લોકો ઘાયલ પણ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા મુલતવી રાખવામાં આવી છે. કટરા એસડીએમ પીયૂષ દતોત્રાએ […]

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 194 લોકોના મોત, 613 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર લગાતાર ચાલું છે. ભારે વરસાદ, ભસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જન-જીવન પર ખરાબ અસર પડી છે. અત્યાર સુધમાં 194 લોકોના મોત થયા છે, જ્યારે 301 લોકો ઘાયલ થયા છે. 36 લોકો હજી સુધી ગુમ છે. રાજ્યમાં કુલ 1852 કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે. 613 રસ્તાઓ બંધ, 1491 ટ્રાન્સફોર્મર […]

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ, ભૂસ્ખલનને કારણે NH-707 બંધ, અત્યાર સુધીમાં 112 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ગુરુવારે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. સિરમૌર જિલ્લાના લોહારા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 707 પર 30 કલાકથી વધુ સમયથી વાહનવ્યવહાર ઠપ્પ છે. રાજ્યમાં સતત વરસાદને કારણે અત્યાર સુધીમાં 1220 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. NH- 707 બંધ, 170 […]

હિમાચલમાં 31 લોકોના મોત, ભૂસ્ખલનને કારણે 53 રસ્તા બંધ, ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 20 જૂને ચોમાસાના આગમનથી 27 જૂન સુધીમાં હિમાચલમાં 31 લોકોના મોત થયા છે. 4 લોકો ગુમ છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. આમાં સાપ કરડેલા, ડૂબી ગયેલા, માર્ગ અકસ્માતો અને પાણીમાં વહી ગયેલા લોકોના આંકડા […]

ઉત્તર પ્રદેશના મઝાર નજીક ખોદકામ દરમિયાન માટીના ધસી પડવાથી ચાર લોકો દબાયા, ત્રણના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છાપિયાના પીપરા માહિમ ગામમાં બુધવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. ગામમાં સ્થિત સમાધિને વધુ ભવ્ય બનાવવા માટે ખોદવામાં આવેલી માટી તૂટી પડતાં ચાર લોકો માટી નીચે દટાઈ ગયા હતા. આમાંથી ત્રણના મોત થયા છે, જ્યારે એકને રિફર કરવામાં આવ્યો છે. પીપરા મહિમગાંવમાં સ્થિત માસૂમ-એ-મિલ્લતની દરગાહને ભવ્ય બનાવવા માટે, રાત્રે JCB […]

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, ત્રણના મોત

નવી દિલ્હીઃ આપત્તિગ્રસ્ત રાજ્ય ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ […]

ભૂસ્ખલન બાદ શ્રીનગર-લેહ હાઇવે બંધ

શ્રીનગર-લેહ હાઇવે રવિવારે ગાંદરબલ જિલ્લાના ચેરવાન પદાબલ વિસ્તાર નજીક વાદળ ફાટવાથી ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ચેરવાન પદાબલ વિસ્તાર પાસે વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન થયું હતું. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-લેહ હાઈવે બ્લોક થઈ ગયો હતો અને ટ્રાફિક બંધ થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું કે બચાવ ટુકડીઓ સ્થળ પર […]

વાયનાડમાં ભૂસ્ખલન, 200થી વધુના મોત, રાહુલ ગાંધી અને પ્રિયંકા પીડિતોને મળશે

નવી દિલ્હીઃ કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ત્રણ ગામો લગભગ ગાયબ થઈ ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને અગાઉ ગૃહમાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code