1. Home
  2. Tag "Latest News Gujarati"

ભાવનગરના 130થી વધુ ખેલાડીઓને ગત વર્ષના મહાકુંભના પુરસ્કારની રકમ હજુ મળી નથી

મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, ખેલાડીઓએ પ્રમાણપત્ર આપ્યા, પણ પુરસ્કાર ન અપાયો, બેદરકાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા રમતવીરોએ કરી માગ ભાવનગરઃ ગુજરાત સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિજેતા બનેલા રમતવીરોને પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. પરંતુ […]

ડીસાના ટેટોડા ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

જિલ્લા એસઓજીએ રેડ પાડીને 105 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, બનાસડેરીના માર્કાને દૂરોપયોગ કરીને શંકાસ્પદ ઘીનું વેચાણ કરાયુ હતું, પોલીસે ગુનો નોંધીને ત્રણ શખસોની અટકાયત કરી ડીસાઃ તાલુકાના ટેટોડા ગામની સીમમાં એક ફેકટરીમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યાનું અને ઘીની બોટલો પર બનાસ ડેરી જેવો માર્કાનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવતા હોવાની બાતમી […]

બનાસકાંઠા જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળે પોપડા પડ્યા

પોપડા પડતા કેટલીક કચેરીઓ અન્ય સ્થળે ખસેડાઈ, જિલ્લા પંચાયતનું 45 વર્ષ જુનુ મકાન જર્જરિત બન્યુ, જિલ્લા પંચાયત માટે રૂપિયા 63 કરોડના ખર્ચે નવુ મકાન બનાવાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતના બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે છત અને દીવાલોમાંથી પોપડા પડતા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો. અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે […]

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોના પ્રશ્નોની સમીક્ષા કરાઈ

કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે કરવા સૂચના અપાઈ, ધારાસભ્ય દ્વારા નર્મદા કેનાલ સંબંધિત પ્રશ્નો રજુ કરાયા, વહીવટી તંત્રને ‘પ્રો-એક્ટિવ‘ અભિગમ અપનાવી કલેકટરે તાકીદ કરી સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી હતી. આ બેઠકમાં લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ અને કૃષિ રાહત પેકેજની કામગીરી સુચારુ રીતે […]

મેક્સિકોમાં મેયરની હત્યાના આરોપમાં સાત બોડીગાર્ડની ધરપકડ

નવી દિલ્હી: મેક્સિકોના ઉરુઆપનના મેયર કાર્લોસ માનસોની 1 નવેમ્બરના રોજ તેમના પરિવારની સામે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમના પોતાના સાત બોડીગાર્ડ્સ આ હત્યામાં સામેલ હતા. આ સાત ગાર્ડ સક્રિય પોલીસ અધિકારીઓ હતા અને હત્યા પછી પણ ફરજ પર હતા. મેયરની હત્યા બાદ, તેમની પત્નીને મેયર તરીકે નિયુક્ત […]

ભાવનગરમાં વિસ્તરણ અધિકારી વતી 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે પકડાયા

ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા રૂપિયા બે લાખની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીને જાણ કરી હતી, વિસ્તરણ અધિકારી અને તેનો મળતીયો ફરાર, ભાવનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વિસ્તરણ અધિકારી વતી રૂપિયા 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે શખસોને એસીબીએ ઝડપી […]

રેશનીંગના દૂકાનદારોને બાકી કમિશન ન ચુકવાયુ અને એડવાન્સના નાણા પણ સરકારમાં ફસાયા

રેશનના દૂકાનદારોને ઓક્ટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી, તૂવેરદાળ અને ચણાના 74 કરોડ સરકારમાં ફસાયા, વેપારીઓના કરોડો ફસાયા છતાં ડિસેમ્બરની પરમિટના નાણાં 29મી સુધીમાં ભરવા તાકીદ, અમદાવાદઃ રાજ્યના રેશનિંગના દૂકાનદારોની મુશ્કેલીનો અંત આવતો નથી. રેશનિંગના દુકાનદારોને ઓકટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી. રેશનિંગના દુકાનદારોને અનાજ તથા જુદી-જુદી એજન્સીઓના વિતરણના બદલામાં ચૂકવવાનુ થતું કમિશન […]

સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝ-વે 144 દિવસ બાદ ખૂલ્લો મુકાયો

તાપી નદીની જળ સપાટી વધતા ચાર મહિનાથી કોઝ-વે વાહનો માટે બંધ કરાયો હતો, કોઝવેની સપાટી 6 મીટરથી ઘટીને 5.56 મીટરે પહોંચી, કોઝ-વે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સુરતઃ શહેરમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા તાપી નદી પરના  વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી બંધ હતો. તાપી નદીમાં સતત વધી રહેલા જળ પ્રવાહને કારણે […]

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે દૂબઈને બદલે સીધી સુરતના ડાયમંડ બુર્સમાં થશે

ખાનગી કંપનીઓ અને ચેમ્બર વચ્ચે બેઠક યોજાયા બાદ નિર્ણય લેવાયો, બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લવાશે, ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત શહેર દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના લીધે હીરા ઉદ્યોગને […]

ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો, બે-ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા

સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી, બે ઋતુનો અનુભવ, બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોનની શક્યતા અસર ગુજરાતમાં થશેઃ અંબાલાલ ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થઈ શકે છે અમદાવાદઃ ગુજરાતમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુ અનુભવાય રહી છે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયુ હતુ, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code