1. Home
  2. Tag "Latest News Gujarati"

કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. […]

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત : યુએસ

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર “ખૂબ સારી પ્રગતિ” થઈ છે. આ અંગે ટૂંક સમયમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર કરાર અંગે અર્થપૂર્ણ વાતચીત થઈ હતી. “મેં ઉલ્લેખ કર્યો […]

આંધ્રપ્રદેશમાં લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં દિવાલ થઈ ધરાશાયી, 8 ના મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં 8 ભક્તો મોતને ભેટ્યા છે. ચાર ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત થયો હતો. આજથી શરૂ થઈ રહેલા વાર્ષિક ચંદનોત્સવ દરમિયાન દર્શન માટે ટિકિટ ખરીદવા માટે કતારમાં ઉભેલા શ્રદ્ધાળુઓ પર દિવાલ તૂટી પડી. નેશનલ […]

કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત

કોલકાતાઃ કોલકાતાના બડા બજારમાં ઋતુરાજ નામાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કારણે કેટલાક લોકો હોટલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી […]

મણિપુરને વધારાની 153.36 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ વર્ષ 2024 દરમિયાન મણિપુરને કરાથી અસરગ્રસ્ત રૂ.153.36 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)ની આ સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માં ઉપલબ્ધ વર્ષ માટે પ્રારંભિક બેલેન્સના 50 ટકા સમાયોજનને આધિન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત […]

અમદાવાદ એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

ગાંધીનગરઃ નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને એક મહત્ત્વનો ફટકો આપતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. 37.2 કરોડ છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ કસ્ટમ્સના સહયોગથી બેંગકોકથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા. તેમની છ […]

ભારતની DPI સફળતાની ગાથા સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છેઃ જિતિન પ્રસાદ

ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં જણાવ્યું હતું કે તે કૃષિ, લોજિસ્ટિક્સ, સ્માર્ટ સિટીઝ અને અન્ય ક્ષેત્રોમાં તેના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ઇકોસિસ્ટમનું વિસ્તરણ કરી રહ્યું છે અને આ સફળતાને વિશ્વ સાથે શેર કરવા તૈયાર છે. આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતની નેતૃત્વ ભૂમિકા અને રોકાણની પ્રશંસા કરી છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય […]

ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

હાઈવે પર કોઈ અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન હાઈવે પર અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ આદરી વડોદરાઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત […]

ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code