1. Home
  2. Tag "Latest News Gujarati"

PMના આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ […]

કેન્દ્રિય બજેટ 2026: ગુજરાતને કેટલો ફાયદો થશે જાણો

ગુજરાતમાં 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે લોકલ ઈકોનોમીને ગ્લોબલ ચેલેન્જથી ફાયદો થશે જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે, અમદાવાદ,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે […]

વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છેઃ મંત્રી અર્જુન મોઢવાડિયા

પોરબંદર, 1 ફેબ્રુઆરી 2026:  ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમિનારના અધ્યક્ષસ્થાને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા […]

કેન્દ્રિય બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત

નવીદિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વારાણસી, જૌનપુર સહિત પૂર્વાંચલના લોકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ ટેક્સટાઇલ સેક્ટર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. કેન્દ્રિય નાણામંત્રીએ પોતાના અંદાજપત્રિય પ્રવચનમાં મહાત્મા […]

ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યો માટે નાણા મંત્રીએ કરી મહત્વની જાહેરાત

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં તેમણે ભાષણની શરૂઆત માઘ પૂર્ણિમા અને ગુરુ રવિદાસ જયંતિનો ઉલ્લેખ કરીને કરી હતી, નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકારે હંમેશા દેખાડા કરતાં જન કલ્યાણને પ્રાથમિકતા આપી છે. દરેક નિર્ણય સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નાણાં મંત્રીએ જાહેરાત […]

ઈન્કમટેક્સનો નવો કાયદો 1લી એપ્રિલથી અમલમાં આવશે, નાણામંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી,1 ફેબ્રુઆરી 2026:  કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કરતા જાહેરાત કરી હતી કે, દેશમાં આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. જેમાં અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ […]

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે પોતાનો સ્વિચગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો

અમદાવાદ,30 જાન્યુઆરી 2026:  ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે અમદાવાદ ખાતે યોજાયેલા લોન્ચ કાર્યક્રમ દરમિયાન નવી બ્રાંડ ઓળખ સાથે પોતાનો સ્વિયગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો. આ લોન્ચ કંપનીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે બાધુનિકીકરણ, સલ્પમતી અને ભવિષ્યલક્ષી ઇલેક્ટ્રિકલ સમાધાનો પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. સાથે જ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (PMEG) સેગમેન્ટમાં કંપનીની હાજરીને વધુ મજબુત […]

ગુજરાતમાં રૂપિયા 663 કરોડના ખર્ચે 2666 ગામોને મળશે પોતિકા પંચાયત ઘર

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ […]

જુનાગઢમાં મહા શિવરાત્રિનો મેળો સૌથી ભવ્ય અને યાદગાર બની રહેશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ […]

વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરતા બે આરોપીઓ પકડાયા

વાપી, 30 જાન્યુઆરી 2026: વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગઈ. તા 27મી જાન્યુઆરીને મંગળવારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે રેલવે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરીને બે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code